થાણે(Thane): મહારાષ્ટ્ર(Maharashtra)ની સત્તા ગુમાવ્યા બાદ હવે શિવસેના (Shiv Sena) પ્રમુખ(President) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને વધુ એક ઝટકો લાગ્યો છે. થાણે મહાનગરપાલિકા (Thane Municipal Corporation) પણ શિવસેનાના હાથમાંથી સરકી ગઈ છે. શિવસેનાના 67માંથી 66 કાઉન્સિલરો એકનાથ શિંદે (Eknath Shinde) જૂથમાં જોડાય ગયા છે. શિવસેના માટે આને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે શિવસેનાના તમામ 66 કાઉન્સિલરો મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (Mumbai Municipal Corporation) પછી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન મહારાષ્ટ્રનું બીજું સૌથી મહત્ત્વનું અને સૌથી મોટું કૉર્પોરેશન છે.
શિંદેએ થાણેથી રાજનીતિની શરૂઆત કરી હતી
થાણેને એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે. તેમની રાજનીતિની શરૂઆત પણ તેમણે અહીંથી કરી હતી. તેઓ 1997માં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કાઉન્સિલરની ચૂંટણી જીત્યા હતા. તેઓ 2001માં મહાનગરપાલિકા ગૃહમાં વિપક્ષના નેતા પણ હતા. ત્યારબાદ 2002માં તેઓ બીજી વખત થાણેથી કોર્પોરેશન કાઉન્સિલર બન્યા હતા. એકનાથ શિંદે 2004ની ચૂંટણીમાં થાણે વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. તેમણે 2009, 2014 અને 2019માં થાણેની કોપરી પચપાખાડી બેઠક પરથી ચૂંટણી જીતી હતી.
શિવસેના સામે બળવો કરીને CM બન્યા
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો 20 જૂનની રાત્રે આવ્યા હતા. આ પછી એકનાથ શિંદેએ 21 જૂને પાર્ટીમાંથી ખુલ્લેઆમ બળવો કર્યો હતો. તેઓ એક ડઝનથી વધુ ધારાસભ્યો સાથે સુરતની એક હોટલમાં ગયા હતા. ત્યાંથી તેઓ ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પહોંચ્યા હતા. ત્યાબાદ અનેક ધારાસભ્યો શિંદે જૂથ સાથે જોડાતા ગયા. શિવસેનાના 39 ધારાસભ્યોએ શિંદેને સમર્થન આપ્યું હતું. હવે શિવસેના પાસે તેના બે તૃતિયાંશ કરતા વધુ ધારાસભ્યો તેમની સાથે છે. 4 જુલાઈના રોજ, જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત પર મતદાન થયું ત્યારે ઉદ્ધવ કેમ્પના અન્ય ધારાસભ્ય સંતોષ બાંગર પણ શિંદેની સાથે ગયા હતા. શિંદેએ 106 ભાજપના ધારાસભ્યો, 18 અપક્ષો અને અન્ય પક્ષોના 18ની મદદથી વિધાનસભામાં બહુમતી મેળવી હતી. શિંદેના સમર્થનમાં 164 ધારાસભ્યોએ મતદાન કર્યું. અને 99એ વિરોધમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસના 11 ધારાસભ્યો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. દરમિયાન શિવસેનાએ ભાવના ગવલીની જગ્યાએ રાજન વિચારેને લોકસભામાં ચીફ VIP બનાવ્યા છે.