ગાંધીનગર: રાજયમાં આજે રવિવારે 31 જિલ્લા પંચાયતો , 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલીકાઓની ચૂંટણી માટે સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન થયુ છે.આ સાથે 21608 જેટલા ઉમેદવારોનું ભાવી હવે ઈવીએમમમાં સીલ થઈ ગયું છે. રાજ્યમાં યોજાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં 46 ટકા મતદાન થયુ હતું, જેની સામે જિલ્લા-તાલુકા અને નગરપાલીકાની આજે યોજાયેલી ચૂંટણીમાં 15 ટકા વધુ મતદાન થયુ છે. હવે આગામી તા.2જી માર્ચના રોજ મત ગણતરી હાથ ધરાનાર છે.
81 નગરપાલીકાની 2625 બેઠકો માટે 7246 ઉમેદવારો, 31 જિલ્લા પંચાયતોની 955 બેઠકો માટે 2655 ઉમેદવારો અને 231 તાલુકા પંચાયતોની 4655 બેઠકો માટે 11707 ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહયા છે. રાજયમાં નગરપાલીકા માટે 53 ટકા , જિલ્લા પંચાયતો માટે 60.44 ટકા અને તાલુકા પંચાયતો માટે 61.83 ટકા મતદાન નોંધાયુ છે.
સવારે શરૂઆતના તબક્કે 11 વાગ્યે નગરપાલીકા માટે 10.55 ટકા , જિલ્લા પંચાયત માટે 9.17 ટકા અને તાલુકા પંચાયતો માટે 10.32 ટકા , બપોરે 1.30 વાગ્યે નગરપાલીકામાં 27.49 ટકા , તાલુકા પંચાયતો માટે 27.48 ટકા અને જિલ્લા પંચાયતો માટે 26.22 ટકા મતદાન થયુ હતું.
બપોરે 4 વાગ્યે નગરપાલીકા માટે 43.14 ટકા , તાલુકા પંચાયતો માટે 49.25 ટકા અને જિલ્લા પંચાયતો માટે 47.25 ટકા મતદાન થયુ હતું. સાંજે 5.30 વાગ્યા સુધિીમાં નગરપાલીકા માટે 52.53 ટકા , તાલુકા પંચાયતો માટે 57.53 ટકા, અને જિલ્લા પંચાયતો માટે 55.35 ટકા મતદાન થયુ હતું.
વિરમગામમાં બે જુથો વચ્ચે મારામારી – પથ્થરમારો
વિરમગામ નગરપાલીકાના એમ જે હાઈસ્કૂલના મતદાન મથકે આજે મતદાન દરમ્યાન બે જુથો વચ્ચે મારામારીની ઘટના બની હતી.જેના પગલે મતદાન મથકે નાસભાગ મચી જવા પામી હતી.આજે સવારથી જ વિરમગામમાં જિલ્લા તેજમ નગરપાલીકા માટે મતદાન ચાલી રહયુ હતું તે દરમ્યાન એમ જ હાઈસ્કૂલના મતદાન મથકે બે જુથો વચ્ચે મારામારી થવા પમી હતી. જેમાં સામ સમે પથ્થરમારો પણ થયો હતો.એક યુવકને ઈઇજા થતાં તેને સારવાર માયે હોસ્પિચલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે કોંગીના ધારાસભ્યના ટેકેદારો દ્રારા ઉશ્કેરણી સાથે મારામારી કરવામાં આવી હતી. આ ઉપરાંત બોગસ મતદાન કરવાનો પ્રયાસ કરાયો હતો.પોલીસ દ્વારા દરમ્યાનગીરી કરીને બન્ને જુથના કાર્યકરોને છૂટા પાડયા હતા.
ભાભરમાં બોગસ ઈવીએમ જપ્ત થયા પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી
ઉત્તર ગુજરાતમાં ભાભરમાં પણ ભાજપ અને કોંગીના ઉમેદવારના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. જો કે પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડયો હતો. ભાભર નગરપાલીકની ચૂંટણી દરમ્યાન ભાજપના સીમ્બોલવાળુ એક નકલી ઈવીએમ ઝડપાયુ હતું. જેના પગલે સમગ્ર મ્મલો બીચકયો હતો.આ નકલી ઈવીએમ દ્વારા કેટલાંક લોકો ભાજપની તરફેણમાં મતદાન કરવાનું સમજાવતા હતા. જેના પગલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ ઘટના સ્થળે દોડી આવ્યા હાત. એટલામાં નકલી ઈવીએમ લઈને ફરતા કાર્યકરો નજીકના મકાનનમાં નળિયા પર નકલી ઈવીએમ ફેંકીને નાસી છૂટયા હતા. પોલીસે ઘટના સ્થળે દોડી આવીને મામલો થાળે પાડયો હતો.