National

હિમાચલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 6 મહિલા સળગીને ભડથું, 12થી વધુ દાઝી ગયા

હિમાચલ: હિમાચલ (Himachal) પ્રદેશના ઉના (Una) જિલ્લાના તાહલીવાલની (Tahliwal) ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ (Blast) થતાં મોટો અકસ્માત (accident) થયો છે. આ અકસ્માતમાં છ મહિલા કામદાર જીવતી દાઝીને (burn) ભ઼ડથું થઈ ગઈ છે. તેમજ 12 થી વધુ કામદારો દાઝી ગયા છે, જેમાંથી બે ગંભીર હાલતમાં હોવાથી તેમને સારવાર માટે પ્રાદેશિક હોસ્પિટલ (Hospital) ઉનામાં મોકલવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. એક ઘાયલ મહિલાએ જણાવ્યું કે વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં લગભગ 30 થી 35 લોકો કામ કરી રહ્યા હતા. કારખાનામાં અચાનક જોરદાર વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી. ઉના જિલ્લાના તાહલીવાલમાં આવેલી આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ લગભગ 2 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

  • તાહલીવાલની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં મોટો અકસ્માત સર્જાયો
  • આ અકસ્માતમાં છ કામદારો જીવતા દાઝી ગયાની ખબર સામે આવી રહી છે
  • 10થી વધુ કામદારો ઈજાગ્રસ્ત
  • જેમને સારવાર માટે પ્રાદેશિક હોસ્પિટલ ઉનામાં મોકલવામાં આવ્યા છે.

મૃતકોમાં એક ત્રણ વર્ષની બાળકી પણ સામેલ છે અને વિસ્ફોટ વખતે તે તેની માતા સાથે હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છ મહિલા કામદારોના મોતની પુષ્ટિ થઈ છે. ફેક્ટરીમાં વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડીએસપી હરોલી અનિલ પટિયાલે જણાવ્યું કે સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ કંઈ કહી શકાય.

પ્રાથમિક માહિતી અનુસાર મૃતક મહિલાઓ યુપીની પરપ્રાંતિય મજૂરો હોવાનું કહેવાય રહ્યું છે. જો કે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી મૃતકોની ઓળખ કરવાની બાકી છે.અકસ્માત બાદ વડાપ્રધાન કાર્યાલય દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે. ફેક્ટરી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

Most Popular

To Top