નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC)ની છઠ્ઠી આવૃત્તિમાં ભારતમાં 5G લોન્ચ કર્યું હતુ. રિલાયન્સ જિયો અને અન્ય ટેલિકોમ કંપનીઓએ મોદીને 5G ના વિવિધ ઉપયોગો વિશે માહિતી આપી હતી અને તેના રોલઆઉટ વિશે કેટલીક મહત્વપૂર્ણ વિગતો પણ આપી હતી. એરટેલ એ ભારતમાં વપરાશકર્તાઓને (Indian Users) 5G ઓફર કરનાર પ્રથમ કંપની છે કારણ કે કંપનીના પ્રમુખ સુનીલ મિત્તલે જાહેરાત કરી છે કે 5G મોબાઇલ સેવા (Mobile Service) પસંદગીના શહેરોમાં તેના યુઝર્સ માટે શરૂ કરવામાં આવી રહી છે. રિલાયન્સ જીયો (Reliance Jio), બીએસએનએલ (BSNL) અને વોડાફોન આઈડિયા (Vodafone Idea) એ હજુ સુધી તેને યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવ્યું નથી.
- એરટેલ એ ભારતમાં વપરાશકર્તાઓને 5G ઓફર કરનાર પ્રથમ કંપની છે
- આગામી 6 મહિનામાં ભારતના 200 થી વધુ શહેરોને 5G સુવિધા મળશે
- મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે Jio 5G ડિસેમ્બર 2023 સુધીમાં દરેક વ્યક્તિ સુધી પહોંચી જશે
- BSNL કંપની લગભગ 2 વર્ષમાં ભારતની 80-90 ટકા વસ્તીને 5G ઓફર કરવાનું લક્ષ્ય ધરાવે છે
Airtel, Jio, BSNL અને Vodafone Idea ભારતમાં 5G ક્યારે રજૂ કરશે?
ભારતના ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે આગામી 6 મહિનામાં ભારતના 200 થી વધુ શહેરોને 5G સુવિધા મળશે. એરટેલે લગભગ 8 શહેરોમાં 5G સેવા શરૂ કરી દીધી છે. ટેલિકોમ કંપની માર્ચ 2024 સુધીમાં તેને બધા માટે ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય ધરાવે છે. બીજી તરફ રિલાયન્સ જિયો એરટેલ પહેલા ભારતના દરેક ખૂણે 5G લાવવાનું વચન આપે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે Jio 5G ડિસેમ્બર 2023 સુધીમાં દરેક વ્યક્તિ સુધી પહોંચી જશે. જેનો અર્થ છે કે તે આવતા વર્ષના અંત સુધીમાં થઈ જશે. ટેલિકોમ ઓપરેટરે Jio 5Gને પસંદગીના શહેરોમાં રજૂ કર્યું છે પરંતુ તે પસંદગીના વપરાશકર્તાઓ પૂરતું મર્યાદિત છે. Jio 5G આમંત્રણના આધારે ઉપલબ્ધ છે અને કંપની તેને વપરાશકર્તાઓને મોકલશે. ટેલિકોમ યુઝર્સને 1Gbps સુધીની સ્પીડ આપશે.
Vodafone Idea એ હમણાં જ જાહેર કર્યું છે કે તે ટૂંક સમયમાં 5G રોલ આઉટ કરવાની તૈયારી કરી રહ્યું છે પરંતુ તેણે કોઈ ચોક્કસ લોન્ચ તારીખ પ્રદાન કરી નથી. સરકારની માલિકીની BSNL કંપની લગભગ 2 વર્ષમાં ભારતની 80-90 ટકા વસ્તીને 5G ઓફર કરવાનું લક્ષ્ય ધરાવે છે. IT મંત્રીએ એમ પણ કહ્યું કે BSNL આવતા વર્ષે 15 ઓગસ્ટથી 5G સેવા પ્રદાન કરશે.
ભારતમાં 5G પ્લાનની કિંમત કેટલી હશે
અંબાણીએ જાહેરાત કરી છે કે Jio 5G પ્લાન વિશ્વની કોઈપણ ટેલિકોમ કંપનીની તુલનામાં સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. વરિષ્ઠ અધિકારીએ એવું પણ જણાવ્યું છે કે 5G પ્લાનની કિંમતો 4G પ્લાન જેવી જ હશે. હાલમાં લોકો અમર્યાદિત લાભો માટે લગભગ 400-600 રૂપિયા ખર્ચે છે. આથી એવી સંભાવના છે કે 5G પ્લાનની કિંમતો સમાન હોઈ શકે છે. વડા પ્રધાને એમ કહીને સંકેત પણ આપ્યો કે પહેલાં 1GB ડેટાની કિંમત લગભગ 300 રૂપિયા હતી. હવે તે લગભગ 10 રૂપિયા પ્રતિ GB થઈ ગઈ છે. ભારતમાં સરેરાશ એક વ્યક્તિ દર મહિને 14GB વાપરે છે. તેનો દર મહિને આશરે 125-150 ખર્ચ રૂપિયા થશે. સરકારના પ્રયાસોને કારણે જ આ બન્યું છે.