દેશમાં કોરોનાના દર્દીઓમાં અવિરત વધારો ચાલી રહ્યો છે એવામાં ઓક્સિજનની અછત સર્જાઇ હોવાના અનેક અહેવાલો સામે આવ્યા છે. એવામાં દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે ઉદ્યોગો તેમના ઉત્પાદનને હાલ માટે ઘટાડી શકે છે અને જો લોકડાઉન ચાલુ રહેશે તો બધું અટકી જશે અને તેથી આવી સ્થિતિ દરમિયાન સ્ટીલ, પેટ્રોલ અને ડીઝલની શું જરૂર રહેશે.
કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે તે 22 એપ્રિલ સુધી ઓક્સિજનના ઓદ્યોગિક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની રાહ કેમ જોઇ રહ્યા છે.કોર્ટે નોંધ્યું કે, અછત હવે છે. તમારે હવે પગલા લેવા પડશે. સ્ટીલ અને પેટ્રોલિયમ ઉદ્યોગોમાંથી થોડો ઓક્સિજન લેવાનો વિચાર કરો.
તેમની પાસે મોટા ખિસ્સા અને મોટા લોબી છે, પરંતુ તેઓને કહો કે જો ઉત્પાદન કાપવું હોય તો તેઓ ઉત્પાદન ઘટાડી શકે છે કારણ કે લોકોના જીવ બચાવવા પડશે.કોર્ટે કેન્દ્ર સરકારના કાઉન્સેલનું ઉદાહરણ આપ્યું હતું કે જેમના પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઓક્સિજન સપોર્ટ પર હતા, પરંતુ તેની અછતને કારણે, તેમને બચાવવા માટે તેને ઓછા દબાણમાં ઓક્સિજન આપવામાં આવતું હતું.
કોર્ટે પૂછ્યું, શું તમે તેને 22 એપ્રિલ સુધી જારી રાખવા માટે કહી શકો છો? એવું કહેવામાં આવી રહ્યું છે કે જો કંઇ કરવામાં આવ્યું ન આવે તો આપણે એક મોટી દુર્ઘટના તરફ જઈ રહ્યા છીએ.