Gujarat

‘ગુજરાતમાં ડ્રગ્સ માફિયા સુરક્ષિત નથી..’, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું? જાણો..

ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સનું (Drugs) દૂષણ ચલાવી લેવાશે નહીં. ડ્રગ્સ રેકેટ ચલાવનારા માફિયાઓ પર પોલીસની (Police) નજર છે. રાજ્યના જે યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા છે તેઓ સીધો અમારો સંપર્ક કરે અમે તેમને દૂષણની જાળમાંથી બહાર નીકળવામાં મદદ કરીશું એમ આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (State Home Minister Harsh Sanghvi) કહ્યું હતું. હર્ષ સંઘવીએ માફિયાઓને ખુલ્લી ચેતવણી આપી હતી કે તેઓ ગુજરાતમાં સુરક્ષિત નથી.

દેવભૂમિ દ્વારકા અને સુરતમાં ડ્રગ્સ પકડાયા બાદ આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા ખેદ વ્યક્ત કર્યો હતો કે, કેટલાંક લોકો ગુજરાતમાં ડ્રગ્સ પકડાય તેને શરમજનક ગણાવે છે. ખરેખર તો આ આનંદની વાત છે. સુરત, અમદાવાદ ગ્રામ્ય અને દ્વારકા પોલીસ દ્વારા અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરાયો છે. ડ્રગ્સ પકડાય તે દર્શાવે છે કે પોલીસ એલર્ટ છે. કેટલાંક લોકો ખોટી રીતે ગુજરાતને બદનામ કરે છે. તે ચલાવી લેવાય નહીં.

ગુજરાતમાં સતત પકડાઈ રહેલા ડ્રગ્સ (MD Drugs) ના જથ્થા વિશે ગૃહમંત્રીએ જણાવ્યુ કે, છેલ્લાં બે મહિનાથી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે 58 કેસ કરવામાં આવ્યા છે. 90 થી વધુ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. હજી ડ્રગ્સ પેડલરને પકડવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 55 દિવસમાં 5756 કિલો ડ્રગ્સ પકડાયુ છે. અત્યાર સુધી 245 કરોડથી વધુનુ ડ્રગ્સ બે મહિનામાં પકડાયુ છે. જેમાં દ્વારકાનો આંકડો સામેલ નથી. 

African trio held in in Delhi's Dwarka with Rs 13 crore heroin- The New  Indian Express

આ સાથે જ તેમણે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની ટીમને ડ્રગ્સ પકડવાની કામગીરી માટે અભિનંદન આપ્યા હતા. માત્ર જિલ્લાની પોલીસ દ્વારા દ્વારકામાં આટલુ મોટુ કન્સાઈમેન્ટ પકડવુ એ પહેલી ઘટના બની છે. અમદાવાદ, સુરતમાં પેડલરની ધરપકડ કરાઈ છે. તો છોટાઉદેપુરમાં પણ ગાંજાની ખેતી પકડાઈ છે. ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ માટે પોલિસી બનાવાઈ હતી, જેમાં આ સફળતા હાથ લાગી છે.

વધુમાં ગૃહમંત્રીએ કહ્યું કે, ગુજરાત પાસે વિશાળ દરિયાકાંઠો છે. તેને પાર પાકિસ્તાન છે. તેથી માફિયાઓ દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ મોકલવા પ્રયાસ કરે છે. પરંતુ ગુજરાત પોલીસ, કોસ્ટલ પોલીસ એલર્ટ હોવાના લીધે છેલ્લાં બે-ત્રણ મહિનાઓથી તેઓ ફાવી રહ્યાં નથી. આ સાથે જ સંઘવીએ એમ પણ ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસ પકડી શકતી હોય તો કન્સાઈનમેન્ટ જ્યાંથી આવ્યું ત્યાં પણ રોકી શકાય છે. ડ્રગ્સ રેકેટના મૂળને નેસ્તનાબૂદ કરવાની મક્કમતા ગૃહમંત્રીએ વ્યક્ત કરી હતી.

આ સાથે જ ગૃહમંત્રીએ રાજ્યના યુવાનોને વિનંતી કે તેઓ આ દૂષણથી દૂર રહે. વેચનારા રાજ્ય પોલીસની નજરમાં છે. કોઈ પણ યુવાનો પર કડક પગલાં લેવા અમે માંગતા નથી. તેથી આ દૂષણને ડામવા મદદગાર બનો. અમારો સંપર્ક કરી શકો છો.

Most Popular

To Top