સુરત: સુરતના (Surat) રૂદરપુરા વિસ્તારમાં શરમજનક ઘટના બની છે. અહીં એક 55 વર્ષીય વાસનાભૂખ્યા વૃદ્ધે (55 years old man) 7 વર્ષની બાળકીને (7 Years Girl) પોતાની હવસનો શિકાર (Attempt to Rape) બનાવવાનો પ્રયાસ કર્યો છે. બાળકીને ખંડેર મકાનના અંધારા રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક અશ્લીલ વીડિયો (Video) બતાવીને અડપલાં કર્યા હતા.
વૃદ્ધ પોતાના મલિન ઈરાદા પાર પાડે તે પહેલાં બાળકી ત્યાંથી ભાગી છૂટી હતી અને ઘરે જઈ પરિવારજનોને વાત કરી હતી. બાળકીની કેફિયત સાંભળી તેના પરિવારજનો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ખંડેર મકાનમાં છુપાયેલા આધેડને બહાર ખેંચી લાવી માર માર્યો હતો. જેના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે.
- બાળકીને ખંડેર મકાનમાં લઈ જઈ વૃદ્ધે અડપલાં કર્યા
- વૃદ્ધનો ઈરાદો પારખી ગયેલી બાળકી તેની ચુંગાલમાંથી ભાગી છૂટી
- બાળકીએ પરિવારને જાણ કરતા પરિવારજનો અને આસપાસના લોકોએ વૃદ્ધને પકડી માર્યો
- સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ, લોકોએ વૃદ્ધને પોલીસને હવાલે કર્યો
આ ઘટના અંગે અઠવા પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રૂદરપુરા ખાડી પાસે એક 55 વર્ષીય નરાધમ 7 વર્ષીય બાળકીને નજીકમાં આવેલા ખંડેર મકાનમાં લઈ ગયો હતો. અહીં બાળકીને પોતાના મોબાઈલમાં (Mobile) અશ્લીલ વીડિયો બતાવવા પ્રયાસ કર્યો હતો. બાળકીએ વીડિયો જોવાની ના પાડતા તેને ધમકાવી હતી.
વૃદ્ધ નરાધમનો મલિન ઇરાદો સમજી ચૂકેલી બાળકી તેની ચુંગાલમાંથી નીકળીને ઘરે ભાગી ગઈ હતી અને પરિવારજનોને વૃદ્ધની કરતૂત અંગે જાણ કરી હતી. આ ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. સ્થાનિકોએ ભેગા મળીને ત્યાં આવેલા ખંડેર મકાનમાંથી નરાધમને ઝડપી પાડ્યો હતો. બાદમાં મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર ઘટના નજીકના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ખંડેર મકાનમાંથી ભાગતી બાળકી સીસીટીવીમાં જોવા મળી હતી તો બીજી તરફ સ્થાનિક લોકો હવસખોર વૃદ્ધને બહાર ખેંચી લાવી માર મારતા પણ નજરે પડે છે. વૃદ્ધની આવી હરકતના પગલે તેની પત્ની પણ ગુસ્સે ભરાઈ હતી અને તેણીએ પણ વૃદ્ધને જાહેરમાં માર્યો હતો. અગાઉ પણ વૃદ્ધ આવી હરકત કરી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકો પાસેથી મળેલી માહિતી અનુસાર વૃદ્ધનું નામ જયેન્દ્ર છે. તે ખંડેર મકાનમાં પાટિયા પાછળ છુપાયો હતો. નરાધમને તેની પત્નીએ પણ ચપ્પલથી માર્યો હતો. નરાધમને પકડી પોલીસને હવાલે કર્યો છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.