Gujarat

સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતો માટે 546 કરોડનું સહાય પેકેજ જાહેર

આજે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ ખાતે સીએમ ભૂપેન્દ્ર પેટલના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓના અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજને લીલીઝંડી આપવામાં આવી હતી. ખરીફ-૨૦૨૧ સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાકને નુકસાન સામે રાજ્ય સરકારે રૂ.૫૪૬ કરોડનું કૃષિ રાહત પેકેજ મંજૂર કર્યું છે.

ભારે વરસાદથી તારાજીગ્રસ્ત તેવા જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ૨૨ તાલુકામાં સમાવિષ્ટ ૬૬૨ ગામોને આ સહાય- રાહત પેકેજમાં આવરી લેવામાં આવ્યા છે. આ રાહત સહાય પેકેજનો લાભ ૨.૮૨ લાખ અસરગ્રસ્ત ખેડૂતોને મળશે.

કેબિનેટ બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર મહિના બાદ પડેલા વરસાદમાં અન્ય વિસ્તારમાં જ્યાં નુકસાન થયું છે તેવા જિલ્લાઓને પણ આ સહાય પેકેજ માં આવરી લેવામાં આવશે. હાલ અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ નુકશાન અંગેના સરવેની કામગીરી ચાલી રહી છે.

તે ઉપરાંત પંચમહાલ અને ભરૂચ જીલ્લામાં પણ નુકસાન થયું હોવાની વિગતો મળતા આ કિસ્સાઓમાં સહાનુભૂતિ દાખવી આ જિલ્લાઓમાં પણ સરવે કરાશે. અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે.

આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે.

ગુજરાતમાં 49 ટકા લોકોને રસીના બંને ડોઝ આપી દેવાયા : જીતુ વાઘાણી

ગુજરાત પ્રતિ મિલિયન રસીકરણ ક્ષેત્રે દેશનું પ્રથમ રાજ્ય બન્યું.બુધવારે મળેલી કેબિનેટની બેઠક બાદ ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણી કહ્યું હતું કે, કોરોનાથી દેશભરના નાગરિકોને સુરક્ષિત કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ આંરભ કરાવ્યો છે. જે આગામી બે દિવસમાં ૧૦૦ કરોડ ડોઝ સુધી પહોંચશે ગુજરાત પ્રતિ મીલીયન રસીકરણ ક્ષેત્રે દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના ૪૯ ટકા લોકોને બંને ડોઝ રસીના મળી ગયા છે અને જે લોકો બાકી છે તેમનું ટ્રેસિંગ કરીને 100 ટકા રસીકરણ પૂર્ણ કરવાના આશય સાથે રસીકરણ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top