નડિયાદ: ખેડા જિલ્લામાં પોલીસ દ્વારા ૭ અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને ૫૨ શખ્સોને ઝડપી પાડી રૂ.૧,૨૨,૨૯૦ નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચકલાસી પોલીસે બાતમીના આધારે રામપુરામાં વિસ્તારમાં દરોડો કરીને જુગાર રમી રહેલા ૧૧ શખ્સોને ઝડપી પાડી રૂ. ૨૧,૬૦૦ નો મુદ્દામાલ કબજે લઇ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સાડીપુરા વિસ્તારમાં જયંતિભાઇ મગનભાઇ વાઘેલાના મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા ૯ શખ્સોને રૂ. ૨૧,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
આ ઉપરાંત કણજરી બસ સ્ટેન્ડ પાસે જુગાર રમી રહેલા ૬ શખ્સોને 3૨,૭3૦ નો મુદ્દામાલ કબજે લધો હતો. કપડવંજના ચીખલોડ ગામની સીમમાં જુગાર રમી રહેલાં ૮ ઇસમોને ઝડપી પાડી, ૫૧૧૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. કઠલાલ તાલુકાના અરાલ ગામમાં પોલીસના દરોડામાં ૪ શખ્સો રૂ. ૧૮,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. નડિયાદ શહેરના દેવ ચકલાં વિસ્તારમાં જુયાર રમી રહેલા ૬ શખ્સોને રૂ. ૧૫,૧૧૦ સાથે તથા મલ્હારપુરામાં ૮ શખ્સોને રૂ. ૧૦,૨૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી, તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નડિયાદ સહિત પાંચ સ્થળે દરોડા પાડ્યાં, પોલીસે ૨.૦૩ લાખના મુદ્દામાલ જપ્ત કર્યાં
નડિયાદ, હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી ખેડા જિલ્લામાં ઠેર-ઠેર જુગારધામ ધમધમવા લાગ્યાં છે. જેને પગલે હરકતમાં આવેલા પોલીસતંત્રએ વિતેલા ચોવીસ કલાક દરમિયાન ખેડા જિલ્લામાં નડિયાદ, લક્ષ્મીપુરા, કિશોરપુરા, બળેવીયા અને અંધારીઆંબલી ગામમાં ચાલતાં જુદા-જુદા પાંચ જુગારધામો પર દરોડા પાડ્યાં હતાં. આ પાંચેય દરોડામાં થઈ પોલીસે રૂપિયા બે લાખ કરતાં વધુના મુદ્દામાલ સાથે કુલ ૨૮ જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં છે.
લક્ષ્મીપુરામાંથી જુગાર રમતાં ૬ ઝડપાયાં
નડિયાદ તાલુકાના કણજરી તાબે લક્ષ્મીપુરામાં આવેલ પાણીની ટાંકીવાળા ફળીયામાં ચાલતાં જુગારધામ પર ખેડા જિલ્લા એલ.સી.બી ની ટીમે રવિવારે રાત્રીના સમયે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં વિપુલભાઈ નારણભાઈ પરમાર, સંદીપભાઈ ઉર્ફે કિશન સોમાભાઈ પરમાર, મહેશભાઈ ઉર્ફે મુકેશભાઈ ચીમનભાઈ પરમાર, પુનમભાઈ રાયસિંહભાઈ પરમાર, ભરતસિંહ ઉર્ફે બોડી ચીમનભાઈ પરમાર અને મયુરભાઈ ઉર્ફે ટીકુ વિક્રમભાઈ પઢીયારને કુલ રૂ.૫૮૫૦ ની મત્તા સાથે રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં.