દક્ષિણ કેલિફોર્નિયાની એક ઓફિસ બિલ્ડિંગમાં બુધવારે થયેલા એક ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે, જ્યારે પાંચમી એક વ્યક્તિને ઇજા થઇ હતી અને બંદુકબાજ પોતે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો એમ પોલીસે જણાવ્યું હતું.
લોસ એન્જેલસની દક્ષિણ પૂર્વમાં આવેલ ઓરેન્જ સિટીમાં આ હિંસા બે સપ્તાહ જેટલા સમયમાં જ અમેરિકામાં સામૂહિક ગોળીબારનો ત્રીજો બનાવ છે. સ્થાનિક સમય પ્રમાણે બુધવારે સાંજે આ બનાવ બન્યો હતો.
જ્યારે પોલીસ સ્થળ પર આવી ત્યારે આ બે માળની ઇમારતમાં ગોળીબાર ચાલુ હતો. પોલીસે પણ ગોળીબાર કર્યો હતો અને બંદુકધારીને પકડી લીધો હતો, તેને ગંભીર ઇજા થઇ હતી પણ તે પોલીસની ગોળીથી થઇ છે કે તેણે પોતે જ પોતાને ગોળી મારી છે તે તરત સ્પષ્ટ થયું ન હતું.
મળતી વિગતો પ્રમાણે ૪૧ વર્ષીય અર્ટુટો ટોરેસ નામના મશીન ઓપરેટરને નોકરીમાંથી છ સપ્તાહ પહેલા કાઢી મૂકાયો હતો તેણે આ ગોળીબાર કર્યો છે.