પટના: પટનામાં (Patana) કાર પાર્કિંગ વિવાદ બાદ જબરદસ્ત હિંસા (violence) જોવા મળી હતી. પટના શહેરના જેઠુલી (Jethuli) ગામમાં બે દંબગો વચ્ચે જૂના ઝઘડામાં 50 રાઉન્ડ ગોળીઓ (50 rounds of bullets) ચલાવવામાં આવી હતી. ત્યારે બીજા દિવસે પણ ફાયરિંગની ઘટના બની હતી. આ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણમાંથી એકનું મોત નિપજ્યું હતું. ગઈ કાલે બનેલી ફાયરિંગની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. હાલ પ્રશાસન દ્વારા સ્થિતિવે નિયતંત્રમાં રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે પણ વાહનો અને અન્ય મિલકતોને સળગાવવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, પોલીસે દાવો કર્યો છે કે પરિસ્થિતિ કાબૂમાં છે અને આ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજધાની પટનામાં રવિવારે બપોરે અચાનાક જ હિંસા ફાટી નિકળી હતી, જોત જોતામાં બે ગુપ વચ્ચે ગેંગવૉર સર્જાયો હતો. જેમાં એક બાદ એક 50 ગોળીઓ ચલાવવામાં આવી હતી. અંધાધૂધ ફાયરિંગના કારણે સમગ્ર પટના હચમચી ઉઠ્યું હતું. એક તરફ જેઠુલી પંચાયતના પ્રમુખના પતિ બચા રાય અને તેમના સમર્થકો હતા અને બીજી તરફ જેઠુલીના ચાણરિક રાય અને તેમના સમર્થકો હતા. બચા રાય અને તેમના સમર્થકો વતી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રાઈફલ, દેશી કટ્ટા અને નાઈન એમએમ પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 50 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી.
આ લોહિયાળ હિંસામાં બે યુવકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હિંસામાં 25 વર્ષના ગૌતમ અને 18 વર્ષના રોશનનું મોત થયું છે. રવિવારે ગોળીબાર દરમિયાન પ્રમોદ રાયના પુત્ર ગૌતમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે રોશનનું પીએમસીએસમાં લાવવામાં આવ્યા બાદ મોત થયું હતું. હિંસા દરમિયાન ચનારિક અને તેના ભાઈ મુનારિકને છાતીમાં ગોળી વાગી હતી જ્યારે મૃતક રોશનના પિતા નાગેન્દ્રને ખભામાં ગોળી વાગી હતી.
બે દંબગો વચ્ચે જૂની દુશ્મનાવટ
જેઠુલી ગામમાં રવિવારે થયેલી હિંસા પાછળ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. બચા રાય અને ચાણરિક રાય વચ્ચે જૂની દુશ્મની રહી છે. ગત પંચાયતની ચૂંટણીમાં પણ બે ગ્રુપ વચ્ચે જંગ જામ્યો હતો. એટલું જ નહીં બંને વચ્ચે જમીનનો વિવાદ પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે બચા રાય અને ચાણરિક રાય વચ્ચે 6 કટ્ટા જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ જમીન રસ્તાની બાજુમાં છે, જેની કિંમત લગભગ ત્રણ કરોડ રૂપિયા છે. આ જમીન પર બંને પક્ષોનો દાવો છે. આ વિવાદિત જમીન પર હાલમાં બચા રાયનો કબજો છે.
રવિવારે બચ્ચા રાયએ જિમ પાસે બલાસ્ટ નાખ્યો, જેના પછી તરત જ ચાણરિક રાય ત્યાં પહોંચી ગયો અને કાર પાર્ક કરવા લાગ્યો. પાર્કિંગને લઈને જ વિવાદ શરૂ થયો હતો, જે બાદ શરૂ થયો લોહિયાળ હિંસા ફાટી નીકળી હતી. બચ્ચા અને ચનારિક વચ્ચે પહેલા ઝપાઝપી થઈ હતી, ત્યારબાદ બચ્ચાના સમર્થકો હથિયારો સાથે પહોંચ્યા અને ફાયરિંગ શરૂ કર્યું હતું. ગોળીબારમાં ચાનારિક અને તેના માણસોને ગોળી વાગી હતી, ત્યારબાદ બીજી બાજુથી પણ ગોળીઓ ચલાવવામાં આવી હતી.
મોડી રાત્ર સુધી હિંસાની આગ સળગતી રહી
રવિવારે બપોરે શરૂ થયેલો હિંસાનો તબક્કો મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. શરૂઆતમાં સ્થાનિક પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકી ન હતી, બાદમાં અનેક પોલીસ સ્ટેશનોની પોલીસને તૈનાત કરવી પડી હતી. બચ્ચા રાયના ભાઈ ઉમેશ રાય પણ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. બે લોકોના મોત અને ત્રણને ઇજા થતાં ચાણરિકના લોકો રોષે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ બચ્ચા રાયના મેરેજ હોલ અને બચ્ચાના ભાઈના ઘરને આગ લગાવી દીધી હતી. લગ્નમંડપમાં લાગેલી આગ નજીકના મકાનને પણ લપેટમાં લીધી હતી. ઘટનાના અડધા કલાક બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. આ વિસ્તાર ત્રણથી ચાર કલાક સુધી આગની લપેટમાં રહ્યો હતો. જ્યારે ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ત્યારે રોષે ભરાયેલા લોકોએ ફાયર એન્જિનનું ટાયર ફાડી નાખ્યું હતું. મોડી રાત સુધી જેઠુલીમાં અરાજકતા જોવા મળી હતી. જેઠુલી હિંસાના મામલામાં પોલીસે બચ્ચા રાય સહિત 8 લોકોની ધરપકડ કરી છે.