surat : કોરોનાના ( corona) સંક્રમણને લીધે આફ્રિકા, બોટસ્વાના, કેન્યા, ઝિમ્બાબ્વે અને રશિયામાં આવેલી હીરાની ખાણોમાં રફ ડાયમંડનું ( diamond) ઉત્પાદન 50 ટકા ઘટાડવામાં આવતા ભારતના હીરા ઉદ્યોગમાં રફ ડાયમંડની શોર્ટેજ ઉભી થઇ છે. કોરોનાની બીજી લહેર પછી સુરતમાં મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ એક્ટિવિટી વધતા શોર્ટેજને લીધે રફની કિમતમાં 15 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તેની અસર એવી પડી છે કે પોલિશ્ડ ડાયમંડના ભાવ પણ 5થી 7 ટકા વધ્યા છે. કોવિડના ( covid) લીધે ફ્લાઈટ્સ ઓછી હોય સુરતના વેપારીઓ ઓનલાઈન ટેન્ડર ( online tender) ભરી માલ ખરીદી રહ્યાં છે. વીડિયોમાં માલ જોઈ ત્યાર બાદ ઓર્ડર આપે છે.
જોકે, માંગ ખૂબ હોય છેલ્લાં એક મહિનામાં રફની માંગમાં જબરદસ્ત વધારો થયો છે, તેના પગલે 15 ટકા જેટલાં ભાવ વધ્યા છે. અત્યારે બજારમાં રોજના 20થી 25 ટેન્ડર ખુલી રહ્યાં છે.એન્ટવર્પની મુલાકાતે ગયેલા સુરતના હીરા વેપારી નિલેશ બોડકીએ કહ્યું કે, ખાણ કંપનીઓ દ્વારા ઉત્પાદન ઓછું કરી દેવાયું હતું. અત્યારે પણ ખાણ કંપનીઓ શોર્ટ સપ્લાય કરીને ભાવ પકડી રહી છે, જેના લીધે ભાવ વધ્યા છે. પશ્ચિમના દેશોમાં હીરાની માંગ નીકળી છે, તેની સામે સુરતમાં રફની અછત છે. કોવિડ બાદ રત્નકલાકારો પણ કામે વળગ્યા હોય અત્યારે સુરતના વેપારીઓ મોટા પ્રમાણમાં રફ ખરીદી રહ્યાં છે. જેના લીધે ભાવ વધ્યા છે.
આ ભાવવધારાના લીધે સુરતના કારખાનેદારોનો નફો ઘટે તેવી ચિંતા છે. ચેમ્બરની જેમ એન્ડ જ્વેલરી કમિટિના ચેરમેન અને અગ્રણી હીરા ઉદ્યોગકાર કીર્તીશાહે જણાવ્યું હતું કે ડીથી લઇ આઇ સિરીઝ સુધીના કલર, આઇએફ અને આઇવન ક્વોલિટિના પોલિશ્ડ ડાયમંડની ક્વોલિટિમાં છ ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે રફ ડાયમંડની શોર્ટેજને લીધે તેની કિંમત 15 ટકા સુધી વધી છે. માઇનિંગ કંપનીઓ રફની કિંમત સતત વધારી રહી છે. ભારતમાં ડોમેસ્ટિક માર્કેટમાં ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીના હોલમાર્કિંગને લઇ કેટલાક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ખાસ કરીને ગોલ્ડ રિસાઇકલિંગ કરીને બનાવવમાં આવેલા ઘરેણા પર હોલમાર્કિંગ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.