દેશના ૮ કરોડથી વધુ કિસાનો માટે પ્રાકૃતિક ખેતી લાભદાયી છે તે પ્રતિપાદિત કરતા સર્વે પણ કરાવ્યા છે. ગુજરાતે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આગેવાની લેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં બે લાખથી વધુ ખેડૂતોને આ માર્ગે વાળ્યા છે. તેમણે પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવા આગામી વર્ષ ર૦ર૫ સુધીમાં ગાંધીનગરમાં ૫૦ ટકા ખેડૂતોને નેચરલ ફાર્મિંગ તરફ પ્રેરિત કરવાની નેમ કેન્દ્રીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આ વ્યકત કરી હતી.
ગાંધીનગરના ગામોની કિસાનશક્તિ અને ગ્રામીણ કૃષિકારો સાથે પ્રાકૃતિક કૃષિ વિષયક માર્ગદર્શક સેમિનારના અધ્યક્ષસ્થાનેથી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતુ કે, ખેતીને રસાયણમુકત બનાવી જમીનની ફળદ્રુપતા વધારવા અને પ્રાકૃતિક કૃષિથી ખેતી સમૃદ્ધિની સાચી દિશામાં વિશ્વને વાળવાના છે. દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે. આ કાલબાહ્ય પ્રણાલિના જે પરિણામો જોવા મળ્યા છે તેનાથી સ્વાસ્થ્યપ્રદ જીવન સામે ઘોર સંકટ ઉભું થયું છે.
અમિત શાહે વધુમાં કહ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ તરફનું આ પ્રયાણ સમયના ચક્રને સાચી દિશા આપનારૂં છે. જમીનનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા તેમજ ભૂગર્ભ જળને ઝેરીલું બનતું અટકાવવા રાસાયણિક ખાતરોના ઉપયોગથી મુક્ત કુદરતી પદ્ધતિ આધારિત ખેતી તરફ હવે સૌએ મીટ માંડી છે. તેમણે આપણી આવનારી પેઢીને સ્વસ્થ્, તંદુરસ્ત અને સુરક્ષિત રાખવી હોય તો પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપી કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે પ્રેરક આહવાન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી પરના આ પરિસંવાદને કૃષિ સંક્રાંતિ ગણાવતાં કહ્યું હતુ કે, આઝાદીના અમૃત મહોત્સવે કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનું લક્ષ્ય પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવી સાકાર કરવું છે. જળ, જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યની રક્ષા માટે હવે ‘બેક ટુ નેચર’ પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે કહ્યુ હતુ કે, વિશ્વના બહુધા દેશોમાં નેચરલ ફાર્મિંગ- ઝિરો બજેટ ખેતીના ઉત્પાદનોની મોટી માંગ છે. આપણે આ પદ્ધતિના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે સ્ટેટ પ્રોજેકટ ઇમ્પલીમેન્ટીંગ યુનિટ રાજ્યમાં કાર્યરત કરવાનું આયોજન કર્યું છે