અમેરિકામાં કોવિડ -19થી થયેલા મૃત્યુની સંખ્યા 5.12 લાખને પાર કરી ગઈ છે. આ સંખ્યા બીજા વિશ્વ યુદ્ધ, કોરીયા અને વિયેતનામમાં મૃત્યુ પામેલા અમેરિકનોની સંખ્યા બરાબર છે.
અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધમાં અંદાજે 4,05,000, વિયેતનામ યુદ્ધમાં 58,000 અને કોરિયન યુદ્ધમાં 36,000 જેટલા મૃત્યુ નોંધાયા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની હાજરીમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા અમેરિકનોને યાદ કરવામાં આવ્યા. તેમજ મીણબત્તીઓ સળગાવીને અને વ્હાઇટ હાઉસમાં મૌન રાખીને મૃત્યુ પામેલા અમેરિકનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ વિશે બિડેને કહ્યું, ‘આપણે મજબૂતી સાથે આ સ્થિતિનો સામનો કરવો પડશે. આ માત્ર સંખ્યા જ નહીં પરંતુ એક પડકાર છે. જે લોકોએ આ મહામારીમાં પોતાનાં પરિવારના લોકોને ગુમાવ્યા છે, મને તેમની પીડાનો અનુભવું કરું છું.’
તેમણે આગામી પાંચ દિવસ સુધી સંઘીય બિલ્ડિંગોમાંથી અમેરિકન ધ્વજ નીચે ઉતારવાનો આદેશ આપ્યો હતો. વોશિંગ્ટન યુનિવર્સિટીએ આશંકા વ્યક્ત કરી છે કે, 1 જૂન સુધીમાં કોરોનાથી મૃત્યુઆંક 5 લાખ 89 હજાર સુધી પહોંચી શકે છે.