SURAT

કામરેજના આ ગામમાંથી 5.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો: 7 વોન્ટેડ

સુરત: શહેરના કામરેજ (Kamarej) વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો (Illegal liquor) ઝડપાતા કામરેજ પોલીસ (Kamarej Police) હરકતમાં આવી ગઇ છે. આ જથ્થો આજે 10 જાન્યુઆરીના રોજ ઝડપાયો હતો. પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી આ દારૂ કૌઽભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમજ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

  • શહેરના કામરેજ વિસ્તારના ગાલા ગામની સીમમાં આવેલી ખુલ્લી જગ્યામાંથી વિદેશી દારૂ ઝડપાયો
  • રૂપિયા 5.51 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો
  • 7 ઇસમો વોન્ટેડ જાહેર

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કામરેજ વિસ્તારના ગાલા ગામની સીમમાં આવેલી ખુલ્લી જગ્યામાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે રૂપિયા 5.51 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં કુલ 4641બોટલ ઝડપાયી હતી. એટલું જ નહીં પણ પોલીસે આ મામલે 7 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તમામની શોધખોળ હાથ ધરી છે.

પીએસઆઈએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે દરોડા બાતમીના આધારે પાડવામાં આવ્યા હતા. દારૂના જથ્થા સાથે એક મોબાઈલ ફોન સહિત 5.50 લાખની કિંમતના બે વાહનો મળી પોલીસે 11,02,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એટલું જ નહીં પણ દારૂ મંગાવનાર અને મોકલનાર ની તપાસ શરૂ કરી છે. હાલ કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

7 જાન્યુઆરીએ અહીંથી 28.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીઆઇ કે એ પટેલની બાતમી મળી હતી કે એક ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત- ભરૂચ તરફથી વાયા કરજણ થઇ વડોદરા તરફ આવવાનો છે. જેના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઇવે પર આવેલા ભરથાણા ટોલનાકા પાસે ભરૂચથી વડદોરા તરફ આવતા રોડ પર વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબનું ટેન્કર આવતા એલસીબીની ટીમે તેને ઝડપી પાડ્યું હતું. ટેન્કરમાંથી ડ્રાઇવર મળી આવ્યો હતો. જેથી પોલીસે તેને નામ પૂછતા ઓમપ્રકાશ મોહનલાલ બીશ્નોઇ (રહે. લુણવા ચારણા થાણા ગુડામલાની તા. ગુડામલાની, જિ. બાડમેર. રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તેના સાથે રાખીને ટેન્કરમાં તપાસ કરતા 28.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી દારૂનો જથ્થો, મોબાઇલ અ્ને ટેન્કર 10 લાખ સહિત 38.65 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top