Vadodara

4th વેસ્ટઝોન કરાટે ચેમ્પિયનશિપ 2024 ઝોન કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરાયું…

તાજેતરમાં વેસ્ટર્ન ઇન્ડિયા કરાટે એસોસિએશન દ્વારા 4th વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ 2024 ઝોન કક્ષાની કરાટે સ્પર્ધા નું આયોજન બાસ્કેટબૉલ ઇન્ડોર સ્ટેડિયમ, ઇન્દોર, મધ્ય પ્રદેશ ખાતે કરવામાં આવી હતી. આ 3 દિવસ ચાલેલી સ્પર્ધામાં ગુજરાત ના વડોદરા જિલ્લામાં આવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેની કુલ સંખ્યા મુજબ 1200 ભાઈઓ અને બહેનોની થાય છે. જેમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન-ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડેમી ના 17 ખેલાડીઓ એ ભાગ લઈને મધ્યપ્રદેશ, છત્ત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોઆ, દાદર નગર અને દીવ દમણ તથા અન્ય રાજ્યોના ખેલાડીઓને મહાત આપી પોતાના વજન અને ઉમરની કેટેગરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને 04 ગોલ્ડ, 01 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
બહેનોમાં :- 1) અનવી સ્વામી 2) રીતિ કડિયા તથા
ભાઈઓમાં :-1) સૂર્યાનશ શર્મા, 2) ઓમ શર્મા ને ગોલ્ડ મેડલ મળ્યો હતો

જ્યારે ભાઈઓમાં :- 1) માહિર પ્રજાપતિ સિલ્વર તથા બહેનોમાં :- 1) પલાક્ષી સોઢી, 2) વરીશા પટેલ અને
ભાઈઓમાં :- 1) વંશ પ્રજાપતિને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.
હિતાર્થ સોની, જેની સોની, ધ્યાની દવે, વિનસી સોની, ક્રિશ પ્રજાપતિ, મણિત પટેલ, સિયા પ્રજાપતિ, હારવી સોની, રિષભ પાંડેય એ પણ ઉતરીન દેખાવ કરી રાજ્ય અને સંસ્થા નું ઉજ્જવળ કરેલ છે.

તાજેતરમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન-ઇન્ડિયા દ્વારા બ્લેક બેલ્ટ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ વાડો ફિટનેસ એકેડેમી ખાતે બ્લેકબેલ્ટ પરીક્ષા યોજાઇ હતી.દિવસ દરમ્યાન ચાલેલી પરીક્ષામાં વાડો ફિટનેસ એકેડેમીના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. પરીક્ષા માં ઉત્તરિન થઇ ખેલાડીઓએ બ્લેક બેલ્ટ મેળવેલ હતો જેમાં
સાત્તવિક સરદાર ,થેજસ પિલ્લાઈ ,અર્ચિત પાટીલ , આશી પટેલ , અવની પાટીલ, જાનવી ગાંધી,મેવાંશ જાધવ તથા હસીકા પુરીએ બ્લેકબેલ્ટ મેળવ્યા હતા
વિજેતા ખેલાડીઓને ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા ના પ્રમુખ, કરાટે ડો ફેડરેશન – ગુજરાત ના ખજાનજી અને કરાટે ઇન્ડિયા ઓર્ગાનિશશન ના ઓર્ગેનીસિંગ કમિટીના સેક્રેટરી વિકાસ સોઢી, વાડો ફિટનેસ એકેડેમીના ચીફ કોચ રીન્કુ સોઢી, ટીમ કોચ આદિત્ય બંડલ, રિતેશ મહાડિક, ટીમ મેનેજર દિક્ષિતા સોની, તેમજ ખેલાડીઓના પરિવાર અને સમાજ ના આગેવાનોએ તેમના ઉજવળ ભવિષ્ય અને જિલ્લામાં નામ ઝળકાવવા બદલ અભિનંદન પાઠવેલ છે.

Most Popular

To Top