ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 45,083 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,26,95,030 થઈ ગઈ છે. જ્યારે સતત પાંચમા દિવસે સક્રિય કેસોમાં વધારો નોંધાયો હતો. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાનાં કારણે વધુ 460 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,37,830 પર પહોંચી ગયો છે.આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, સક્રિય કેસો વધીને 3,68,558 થઈ ગયા છે. જે કુલ કેસનો 1.13 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.53 ટકા નોંધાયો છે.છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 8,783 કેસનો વધારો નોંધાયો છે.
દેશમાં શનિવારે 17,55,327 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા કુલ ટેસ્ટની સંખ્યા વધીને 51,86,42,929 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં આંકડા અનુસાર, દૈનિક સંક્રમણ દર 2.57 ટકા નોંધાયો હતો. જે છેલ્લા 34 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 2.28 ટકા નોંધાયો હતો.
જે છેલ્લા 65 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. આંકડા અનુસાર, કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,18,88,642 થઈ ગઈ છે. જ્યારે, મૃત્યુદર 1.34 ટકા નોંધાયો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 63.09 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયના જણાવ્યાં અનુસાર, છેલ્લા 24 કલાકના ગાળામાં 73.8 લાખથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં મૃત્યુ પામેલા 460 લોકોમાં કેરળનાં 153 અને મહારાષ્ટ્રનાં 126 લોકોનો સમાવેશ થાય છે.