National

રસી ઉત્પાદકોને સરકાર તરફથી રૂ. 4500 કરોડનો બૂસ્ટર ડૉઝ

પહેલી મેથી તમામ મતદારો માટે રસીકરણ ખુલ્લુ મૂકવા પૂર્વે કોરોના સામેની રસીનો પુરવઠો વધારવા માગતી સરકારે ભાવિ સપ્લાય સામે એડવાન્સ તરીકે સિરમ ઇન્સ્ટીટ્યુટ્સ ઑફ ઈન્ડિયા (એસએસઆઇ) અને ભારત બાયોટેક જેવા રસી ઉત્પાદકોને રૂ. 4500 કરોડની ચૂકવણી મંજૂર કરી છે એમ વર્તુળોએ જણાવ્યું હતું.

ડોઝ દીઠ 150ના અગાઉના સંમત ભાવે એસએસઆઇ સરકારને જુલાઇ સુધીમાં 20 કરોડ ડૉઝ અને ભારત બાયોટેક 9 કરોડ ડૉઝ આપનાર છે.વર્તુળોએ કહ્યું કે રસી ઉત્પાદકો ઉત્પાદન વધારી શકે એ માટે બૅન્ક ગેરન્ટી વિના એડવાન્સ પેમેન્ટ માટે નાણાં મંત્રાલયે નિયમોમાં છૂટ મૂકી છે. એસએસઆઇને રૂ. 3000 કરોડ અને ભારત બાયોટેકને રૂ. 1500 કરોડ એડવાન્સ પેમેન્ટ તરીકે મળશે.

આ મહિનાના આરંભે જ સિરમના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે કોરોનાની રસી બનાવવા માટે ઉત્પાદન ક્ષમતા વધારવા કંપનીને રૂ. 3000 કરોડ જોઇશે.સિરમે નાણાં મંત્રાલયના આ નિર્ણયને વધાવ્યો છે

Most Popular

To Top