વડોદરા : આ વખતે હોળી પહેલાં જ આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે તાપમાનનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે 42 ડિગ્રી તાપમાને વડોદરામાં માર્ચ મહિનામાં જ મે જેવી ગરમી નગરજનો સહન કરી રહ્યા છે. અસહ્ય ગરમીને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે બીજી તરફ બપોરના સમયે આકરા તાપથી શહેરના માર્ગો પર ચાલતા ટ્રાફિક ને પણ ભારે અસર થઇ છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આ વર્ષે ગરમી અનેક રેકોર્ડ તોડશે તેમ લાગી રહ્યું છે માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ધીમે ધીમે ગરમીનો પારો ઊંચકાયો હતો અને હોળી પહેલાં જ પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો એન્ટી સાયક્લોનિક સરક્યુંલેશનની અસરને કારણે ગરમીનો પારો સતત વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે મંગળવારે તાપમાન નો પારો વધીને 42 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો વડોદરામાં તાપમાન વચ્ચે આકરી ગરમી વડોદરાવાસીઓને સહન કરવી પડી રહી છે યલો એલર્ટ વચ્ચે બપોરના સમયે ટ્રાફિકને પણ અસર થઈ હતી વડોદરા શહેરના માર્ગો પર દોડતાં વાહનો બપોરના સમયે ઘટી હતા કારણ વગર વડોદરાવાસીઓ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે આગામી હોળી પર્વ સુધી તાપમાનનો પારો 42 થી વધીને 44 ડિગ્રી લાગી પહોંચે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે વધતા જતા તાપમાનને કારણે વડોદરામાં મે મહિના જેવી ગરમી નગરજનો અનુભવી રહ્યા છે.