ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttarakhand) સતત વરસાદને (Rain) કારણે કૈલાશ માનસરોવરની (Kailash Mansarovar) યાત્રા (Yatra) પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. રસ્તો બંધ થવાને કારણે આદિ કૈલાશની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા 40 યાત્રીઓ છેલ્લા 36 કલાકથી બુંદીમાં (Bundi) અટવાયા હતા. તમામ યાત્રાળુઓને બચાવી લેવાયા છે.
- કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા 40 શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડના બુંદીમાં અટવાયા
- પિથૌરાગઢ જિલ્લા વહીવટીતંત્રે હેલિકોપ્ટર દ્વારા 36 કલાકથી ફસાયેલા તીર્થયાત્રીઓને બચાવ્યા
- તેમને ધારચુલા મુખ્યાલયમાં લાવ્યા જ્યાંથી તમામને તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવ્યા
- હેલિકોપ્ટરે 8 વખત ઉડાન ભરી યાત્રાળુઓને બચાવ્યા
- ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે પર અવરજવર બંધ થઈ
મળતી માહિતી મુજબ, પિથોરાગઢ જિલ્લા પ્રશાસને બુંદીમાં ફસાયેલા તીર્થયાત્રીઓને બચાવીને હેલિકોપ્ટર દ્વારા ધારચુલા મુખ્યાલય લઈ જવામાં આવ્યા છે. ધારચુલાથી યાત્રિકોને વાહનો દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવ્યા હતા. હેલિકોપ્ટર દ્વારા બચાવ કાર્ય પર ખુશી વ્યક્ત કરતા મુસાફરોએ પિથોરાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
ધારચુલાના ડેપ્યુટી કલેક્ટર નંદન કુમારે જણાવ્યું હતું કે તમામ મુસાફરોને બચાવવા માટે હેલિકોપ્ટરે 8 વખત ઉડાન ભરવી પડી હતી. વાસ્તવમાં, કૈલાશ માનસરોવર યાત્રાના રૂટ પર ભારે પથ્થરો પડી ગયા હતા, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. જેના કારણે આદિ કૈલાશ યાત્રા પૂરી કરીને પરત ફરી રહેલા મુસાફરોનું એક જૂથ બુંદીમાં અટવાઈ ગયું હતું. પ્રશાસને 36 કલાક બાદ મુસાફરોને ત્યાંથી બચાવી લીધા છે.
બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે પર ટ્રાફિક બંધ
બીજી તરફ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે પર અવરજવર બંધ થઈ ગઈ છે. મોટા પ્રમાણમાં ભૂસ્ખલનને કારણે હાઇવે પર કાટમાળ જમા થઇ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો છે. ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-ઋષિકેશ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રવિવારે ઉત્તરાખંડના દેહરાદૂનમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દેહરાદૂનમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી હોઈ શકે છે.