National

તાજમહેલ પરિસરમાં ભગવો લહેરાવ્યો અને લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા, ચારની ધરપકડ

નવી દિલ્હી (New Delhi): સોમવારે આગ્રાના તાજમહેલ (Taj Mahal, Agra) સંકુલમાં હિન્દુ જાગરણ મંચના કેટલાક નેતાઓએ ભગવા રંગના ઝંડા (saffron flag) ફરકાવ્યા હતા. એટલું જ નહીં આ લોકોએ તાજમહેલના પરિસરમાં ‘જય શ્રી રામ’ના (Jay Shree Ram) નારાઓ પણ લગાવ્યા હતા. હકીકતમાં 4 જાન્યુઆરી એટલે કે સોમવારે બે-ત્રણ લોકોએ તાજમહેલમાં પ્રવેશ કર્યો અને તેઓ તાજમહેલની સામે એક બેંચ પર બેઠા થોડી વારમાં આ શખ્સોએ પોતાના ગજવામાંથી કેસરી રંગના ઝંડાઓ બહાર કાઢ્યા અને તાજમહેરના પરિસરમાં આ ઝંડાઓ ફરકાવવા લાગ્યા.

આ આખી ઘટનાનો વીડિયો મિડીયા પર વાયરલ થઇ ગયો છે. હાલમાં હિન્દુ યુવા વાહિનીના જિલ્લા પ્રમુખ ગૌરવ ઠાકુર, સોનુ બઘેલ, વિશેશકુમાર અને ઋષિ લવાણીયા સામે ગુનો દાખલ કરાયો છે. અચાનક તાજમહેલમાં પ્રવેશી તેઓ ખિસાસામંથી કાઢેલા ભગવા ઝંડાઓ ફરકાવી “જય શ્રી રામ”, “હર હર મહાદેવ” ના નારા લગાડતા દેખાયા હતા. એટલું જ નહીં તેઓ શિવ ચાલીસા પણ બોલી રહ્યા હતા.

તાજમહેલમાં તેનાત CISFના જવાનોએ આ લોકોને પકડીને તાજગંજ પોલીસને સોંપી દીધા છે. સીઆઈએસએફના જવાનો પાસેથી મળેલી માહિતીના આધારે તાજગંજ પોલીસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને ઉન્માદ ભડકાવવા બદલ પકડાયેલા હિન્દુવાદી નેતાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ FIR IPCની કલમ 153A, અને સેક્શન-7 અંતર્ગત નોંધવામાં આવી છે.

CISFના જવાનોએ જણાવ્યુ છે કે આ લોકો YouTube પર તેમના ફોલોઅર્સ વધે એ માટે આવુ કરતા હોય છે. અને આ પહેલી વાર નથી જ્યાર આવુ બન્યુ હોય, હિન્દુ જાગરણ મંચના નેતાઓ પહેલા પણ ઘણી વાર તાજ મહેલના પરિસરમાં આવી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે. હાલમાં 25 ઑક્ટોબરે પણ હિન્દુ જાગરણ મંચના કેટલાક નેતાઓ તાજ મહેલ પરિસરમાં આવીને આવી પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે. તેઓ પરિસરમાં ગંગાજળ છાંટી રહ્યા હતા. અને તેમનુ કહવુ હતુ કે તેઓ “તેજો મહાલય”માં પૂજા કરવા આવ્યા છે.

2018માં પણ આંતરરાષ્ટ્રીય પરિષદની મહિલાઓ પરિસરમાં આવીને પૂજા-પાઠ કરી રહી હતી. આ સિવાય 2008માં શિવ સેનિકો આ પરિસરમાં આવીને પૂજા-પાઠ કરી રહ્યા હતા. CISFના જવાનોએ કહ્યુ કે આવી પ્રવૃત્તિઓ ઉશ્કેરણીજનક છે. અને આ વખતે તેઓ નહેતા ઇચ્છતા કે પરિસરનું માહોલ ખરાબ થાય એટલે તેમણે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top