National

બર્ડ ફ્લુનું વધતુ સંકટ; 10 જેટલા રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું

નવી દિલ્હી (New Delhi): આ અઠવાડિયુ દેશમાં કોરોનાની રસીની (Corona Vaccine) મંજૂરી અને જલ્દી જ રસીકરણ (Vaccination) શરૂ થવાના સારા સમાચાર લઇને આવ્યું એની સાથે દેશમાં કોરોનાના નવા પ્રકારના વધતા કેસ અને સૌથી મોટા દેશમાં બર્ડ ફ્લુના (Bird Flu) સમાચાર લઇને આવ્યુ છે.  હિમાચલ પ્રદેશમાં એક પછી એક 1500થી વધુ પ્રવાસી પક્ષીઓના મૃત્યુ થયા છે. જેમના મૃત્યુનું કારણ બર્ડ ફ્લુ હોવાનું જાણવા મળ્યુ છે. આ સિવાય ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળમાં પણ ભેદી રીતે મોટી સંખ્યામાં પક્ષીઓના મૃત્યુથી દહેશતનો માહોલ છવાયો છે. 

સમગ્ર દેશમાં 10 દિવસમાં 4.84 લાખ 775 પક્ષીઓના મોત થયા છે. 4 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. એવામાં કેન્દ્ર સરકારે દિલ્હીમાં કન્ટ્રોલ રૂમ બનાવ્યો છે, જે રાજ્યો સાથે સંપર્કમાં રહેશે. રાજસ્થાન (Rjasthan), મધ્યપ્રદેશ (MP), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને કેરળમાં (Kerala) બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. હરિયાણામાં રિપોર્ટ આવવાનો બાકી છે. અહીં 10 દિવસમાં 4 લાખ મરધીઓનાં મોત થઈ ચૂક્યાં છે. ગુજરાતમાં 53 પક્ષીનાં મોત થયાં છે, જોકે બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ નથી. દિલ્હી અલર્ટ પર છે.

ભારતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રીને પગલે ઘણાં રાજ્યોમાં ચિંતા વધી ગઈ છે. મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં મોટા પ્રમાણમાં કાગડાઓનાં મોત થયાં છે અને એમાં આ વાઈરસ મળ્યો છે. હાલ આ સંકટને પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બેઠક બોલાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે. તે મુજબ રાજસ્થાન(કૌવા)ના બારન, કોટા, ઝાલાવાડમાં, મધ્યપ્રદેશ(કૈવા)ના મંદસૌર, ઈન્દોર, માલવા, હિમાચલ પ્રદેશના કાંગડા, કેરળના કોટ્ટાયમ, અલ્લાપૂઝામાં સૌથી વધુ બર્ડ ફ્લૂની અસર જોવા મળી રહી છે.

બીજી બાજુ બર્ડ ફ્લૂના સંકટને જોતા કર્ણાટકે કેરળ સાથે જોડાયેલી તેની સીમા પર એલર્ટ આપ્યું છે. કર્ણાટકે ચાર જિલ્લામાં એલર્ટ બહાર પાડ્યું છે, જે કેરળ સાથે જોડાયેલા છે. અહીં બર્ડ ફ્લૂને લઈને સતર્કતા વધારવામાં આવશે. બર્ડ ફ્લૂના સંકટના કારણે કેરળથી મૈસુરની વચ્ચે તમામ પોલ્ટ્રી (poultry farm) સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટને રોકી દેવામાં આવ્યા છે. એટલું જ નહિ કેરળથી મૈસૂર આવનારા તમામ વાહનોને સેનિટાઈઝ પણ કરવામાં આવી રહ્યાં છે.

ભારતમાં અત્યાર સુધીમાં મુધ્યપ્રદેશ, રાજસ્થાન, ઈન્દોર, કેરળ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂ સાથે જોડાયેલા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. લગભગ દસ રાજ્યોએ એલર્ટ જાહેર કરી છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ મૃત કાગડાઓ મળ્યા છે. જેમાં બર્ડ ફ્લૂનો વાઈરસ મળ્યો છે. આ સિવાય કેરળે પણ પ્રભાવિત વિસ્તારોમાં પક્ષીઓને મારવાનો આદેશ આપ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top