શહેરમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં આગની બનતી દુર્ઘટનાઓને રોકવા અને પહોંચવી વળવા ફાયરવિભાગ દ્વારા શોપિંગ કોમ્પલેક્ષમાં બેદરકારી બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. છતાં પણ ફાયર સેફ્ટી ઉભી ન કરાતા અડાજણમાં આવેલા શ્રીજી આર્કેટની 392 દુકાનો સીલ કરી દેવામાં આવી છે.
અડાજણ શ્રીજી આર્કેટમાં અગાઉ પણ નોટિસ આપી સીલ માર્યા હતાં. ત્યારે દુકાનધારકો દ્વારા ફાયર સેફ્ટી ઉભી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. ત્યારબાદ પણ ફાયર સેફ્ટી ઉભી કરી ન હતી.
દરમિયાન ફાયર વિભાગ વધુ ત્રણ નોટિસ આપી હતી. નોટિસો સામે ફાયર સેફ્ટી ઊભી કરવા માટે એફિડેવિટ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. છતાં ફાયર સેફ્ટી ઉભી ન કરતા આજે વહેલી સવારે 5 અધિકારી અને 28 ફાયર જવાનો દ્વારા શ્રીજી આર્કેડની સંપૂર્ણ 392 દુકાનોને સીલ મારી દીધા હતા.