Madhya Gujarat

આણંદ શહેરમાં 38 હોસ્પિટલ બીયુ પરમીશન વગર ધમધમતી થઈ ગઈ

આણંદ : આણંદ – વિદ્યાનગર – કરમસદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા ફાયર સેફ્ટી અને બીયુ પરમીશન અંગે જાહેર નોટીસ આપ્યા બાદ કાર્યવાહી શરૂ કરી છે. હાલ પ્રથમ તબક્કામાં હોસ્પિટલની તપાસ કરવામાં આવી છે. જેમાં શહેરની 38 જેટલી હોસ્પિટલ પાસે બીયુ પરમીશન ન હોવાનું જણાતા તમામને નોટીસ ફટકારવામાં આવી છે. જોકે, હજુ આ સર્વેની કામગીરી ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ કેટલીક હોસ્પિટલ ઝપટે ચડે તેવી શક્યતા છે.

આણંદ, વિદ્યાનગર, કરમસદ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ કરતા પહેલા બાંધકામ વિકાસ પરવાનગી ફરજીયાતપણે મેળવવાની હોય છે. આ બાંધકામપૂર્ણ થતા મિલકત વપરાશ કરતા પહેલા બીયુ (બિલ્ડીંગ યુઝ) પરમીશન મેળવવાની હોય છે. આ પરમીશન મેળવ્યા વગર બાંધકામવાળી મિલકતનો ઉપયોગ કરવો શિક્ષાપાત્ર છે. જેથી આણંદ, વિદ્યાનગર, કરમસદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક માસ દરમિયાન કુલ 38 જેટલી હોસ્પિટલમાં બીયુ પરમીશન જોવા મળી નથી. આથી, અવકૂડા દ્વારા આ તમામ ડોક્ટર અને હોસ્પિટલના સંચાલકને નોટીસ ફટાકરવામાં આવી છે. આ નોટીસના પગલે હાલ ડોક્ટર ગ્રુપમાં હડકંપ મચી ગયો છે અને દોડધામ શરૂ થઈ ગઈ છે.

હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના મુદ્દે પણ પગલાં ભરાશે અવકૂડા વિસ્તારમાં આવેલી અનેક હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી નથી. આ અંગે અગાઉ નોટીસ આપવામાં આવી છે. જોકે, બીયુ પરમીશનને લઇ ફાયર સેફ્ટીનો મુદ્દો પણ ઉખળ્યો છે. બીયુની મંજુરી માટે ફાયર સેફ્ટી ફરજીયાત હોવાથી કેટલીક હોસ્પિટલના સત્તાવાળા તેના પણ દોડધામ કરી રહ્યાં છે.

Most Popular

To Top