Sports

ગોલ્ડન બોયનો ગજબ અંદાજ : ગુજરાતમાં ગરબાની તાલે ઝુમતા તેની જાતને રોકીજ ન શક્યો

ગાંધીનગર : ગુજરાતના અમદવાદમાં (Ahmedabad) આજથી યોજાનાર 36મી નેશનલ ગેમ્સની (36 Netional Games ) તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi ) ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) તેનું ઉદ્ઘાટન કરશે.આ પ્રસંગે ઓલિમ્પિક (Olampic ) ગોલ્ડ મેડલ (Gold Medal) વિજેતા (Winer) નીરજ ચોપરા (Niraj Chopra ) અને પીવી સિંધુ (PV Sindhu ) પણ હાજર રહેશે. જોકે તેઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. વડોદરા (Vadodra ) પહોંચી ગયેલા નીરજે બુધવારે લોકો સાથે ગરબા (Garba) કર્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. નીરજે લોકોના દિલ જીતી લીધા હતા.

ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે,તેમાં સામેલ થવાથી રોકી શક્યો નહી.

વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં નીરજે જોરદાર ગરબા કર્યો હતા. આ પ્રસંગે તેમની સાથે કોમેન્ટેટર ચારુ શર્મા પણ હાજર હતા. બંનેએ સાથે મળીને ત્યાં હાજર લોકો સાથે જોરદાર અંદાજમાં ડાન્સ કર્યો હતો. નીરજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખરેખર નવરાત્રીના અવસરે ગુજરાતના ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે તેવામાં નીરજ પણ પોતાની જાતને તેમાં સામેલ થવાથી રોકી શક્યો નહીં.ભારતીય ઓલિમ્પિક એસોસિએશને કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ માટે રાષ્ટ્રીય રમતમાં રમવાનું ફરજિયાત બનાવ્યું હતું, પરંતુ ઘણા મેડલ વિજેતાઓએ ઈજાને કારણે રમતોમાંથી ખસી ગયા છે. ટોક્યો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા અને કાંસ્ય ચંદ્રક વિજેતા કુસ્તીબાજ બજરંગ બાદ ટોક્યોના કાંસ્ય ચંદ્રક વિજેતા રવિ કુમાર અને રિયો ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સાક્ષી મલિક આ ગેમ્સમાં જોવા મળશે નહીં.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલિસ્ટ વિનેશ, બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ દીપક પુનિયા, વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગા, સિલ્વર મેડલ વિજેતા સંકેત સરગર, ગુરદીપ સિંહ પણ નેશનલ ગેમ્સમાં નહીં રમે. આ તમામને ઈજાઓ ટાંકવામાં આવી છે. તે જ સમયે, બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંત પણ આ ગેમ્સનો ભાગ નહીં હોય.

મીરાબાઈ ચાનુ આકર્ષણ રહેશે
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં 76 કિગ્રામાં બ્રોન્ઝ જીતનારી રેસલર પૂજા સિહાગ પણ આ ગેમ્સમાં નથી રમી રહી. તાજેતરમાં તેના પતિનું અવસાન થયું હતું. હવે આ ગેમ્સનું મુખ્ય આકર્ષણ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર જીતનાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ, બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર અચિંતા શિયુલી, કુસ્તીબાજ નવીન, દિવ્યા કાકરાન, પૂજા ગેહલોત, દીપક, મોહિત, શટલર એચએસ પ્રણોય, એથ્લેટ અવિનાશ સાબલે, એચ.એસ. ટ્રિપલ જમ્પર એલ્ડોસ. પોલ, લોંગ જમ્પર મુરલી શ્રીશંકર, ફેન્સર ભવાની દેવી, વેઈટલિફ્ટર બિંદિયા રાની. સિંધુ કોમનવેલ્થ ગેમ્સ બાદથી ઈજાગ્રસ્ત છે.

Most Popular

To Top