સુરત(Surat): પર્યાવરણની સુરક્ષા (EnvironmentSafety) સાથે સસ્ટનેબેલ વિકાસ (SustainableDevelopment), બહેતર સ્વાસ્થ્ય અને સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સુરત શહેરના શીશ ગ્રુપ દ્વારા “શીશ સાયક્લોથોન 2024” (Sheesh Cyclothon 2024) ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક અનોખી ઘટના છે જેમાં સાયકલના પૈંડા માત્ર સ્પર્ધા માટે જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ માટે પણ ફરશે.
- શીશ સાયક્લોથોન 2024”: ભારતના ઉજ્જવળ અને દીર્ઘકાલીન ભવિષ્યની દિશા નવો વિશ્વ વિક્રમ સ્થાપશે
- આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ, કમજોર સમુદાય માટે સમાવેશને પ્રોત્સાહન આપવા, ડ્રગ્સથી દૂર રહેવા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનું નામ નોંધાવવાનો છે
“શીશ સાયક્લોથોન 2024” દ્વારા તા. 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2024 સુધી, સાઇકલ સવારો સુરતથી સારંગપુર સુધીની 333 કિલોમીટરની ત્રણ દિવસની સફર શરૂ કરી છે, આ અનોખા સાયક્લોથોન થકી સમુદાયને સાથે રાખીને દરેક કિલોમીટરે સેવાઓનું આદાન પ્રદાન કરવાનો સામાજિક સંદેશો આપવાનો છે. સાયકલ સવારો 31 જાન્યુઆરી, 2024ના મળસ્કે 5.30 કલાકે એસએમસી પાર્ટી પ્લોટ, ઉમરા, સુરતથી તેમની યાત્રા શરૂ કરી છે. તા. 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ સારંગપુર પહોંચશે. વડોદરાના સાયકલ સવારો પણ આ અભિયાનમાં જોડાશે.
શીશ ગ્રૂપે તેના ઉદ્દેશ્યને સમર્થન આપવા માટે પ્રત્યેક સહભાગી દ્વારા દરેક કિલોમીટર સાઇકલ માટે ₹10નું યોગદાન આપવાનું વચન આપ્યું છે. આ દાન માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવાતીર્થ ટ્રસ્ટને આપવામાં આવશે.
આ અદ્ભુત ઈવેન્ટ પ્રત્યે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતાં, શીશ ગ્રુપના સ્થાપકો સતીશ મણિયા, સુનિલ શાહ અને રમેશ કાકડિયાએ જણાવ્યું હતું કે, શીશ સાયક્લોથોન એ માત્ર સાયકલ ચલાવવાની ઈવેન્ટ નથી, તે વધુ સારા ભવિષ્ય તરફની એક ચળવળ છે. આ ઇવેન્ટ દ્વારા અમે આ ઉદ્દેશ્યોમાં અર્થપૂર્ણ યોગદાન આપવાનું અને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સમાં ભારતનું નામ સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.