Vadodara

વ્યાજખોરની દાદાગીરી : ‘બે લાખના વ્યાજ સાથે 30 લાખ થયા હવે મકાન ભૂલી જાવ

વડોદરા: ન્યૂ વીઆઇપી રોડ પર રહેતા વૃદ્ધાને પ્રદિપ પટેલે આપેલા બે લાખના વ્યાજ સાથે 11.54 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ સુનિલ પ્રજાપતિના નામે પ્રદિપે મકાનનો દસ્તાવેજ કરી છેતરપિંડી કરી હતી. વ્યાજ સાથે રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેમના ત્રણ પુત્રોને મરાવી દઇશ તેવી ધમકી આપતા વૃદ્ધાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે સુનિલ અને પ્રદિપની શોધખોળન ચક્રો ગતિમાન કર્યા છે.

ન્યૂ વીઆઇપી રોડ પર આવેલી બકોરનગર સોસાયટીમાં રહેતા લલીતાબેન મણીલાલ સોલંકી(ઉં.વ.65)ના પુત્ર પિયુષના લગ્ન હોવાના કારણે રૂપિયાની જરૂરિયાત હોવાથી તેમની સોસાયટીમાં રહેતા પાડોશી લાલુ સોલંકીએ અટલાદરા ખાતે પરમ કોમ્પલેક્ષમાં નીલકંઠ ફાયનાન્સની નામની ઓફિસ ધરાવતા પ્રદિપત ડાહ્યાભાઇ પટેલ વ્યાજે રૂપિયા આપે છે તેવી માહિતી મળતા વૃદ્ધા તથા તેમનો પુત્ર નિલેષ તેમની ઓફિસ પર વર્ષ 2019માં ગયા હતા. જ્યાં પહોંચી તેમને પુત્રના લગ્ન હોવાથી બે લાખ રૂપિયાની જરૂર છે ઉછીના આપો તેમ કહેતા તેઓ બે લાખ રૂપિયા છ મહિનામાં આપી દેજો તેમ જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ કોરોના કાળા આવી જતા રૂપિયા આપી શક્ય ન હતા.

જેથી વ્યાજખોર ચાર મહિના પછી તેમના ઘરે આવીને હવેથી 25 ટકા વ્યાજ લઇશ તેવું જણાવ્યું હતું. જેથી વૃદ્ધાએ હાલમાં તમને બે રૂપિયા અપાશે નહીં તેમ કહેતા વ્યાજખોર સાથે આવેલા બે માણસોને એટીએમ આપવાના ના પાડતા તેઓએ ઝઘડો કરી તેમના પુત્ર જયંતીને લાફા માર્યા હતા અને વ્યાજખોરો મારા પાસે ઘણા માણસો છે તમારા છોકરાઓને મરાવી દઇશ તેવી ધમકી આપતા દબાણ આવીને તેમનું એટીએમ કાર્ડ તથા તેમના મોટા દીકરાનું એટીએમ આપ્યા હતા.

વર્ષ 2019 થી 2022 સુધીમાં વ્યાજખોર તેમના બેન્ક ખાતામાં જમા થતા પેન્શનમાંથી રકમમાંથી તથા રોકડા મળી 9 લાખ તથા તેમના પુત્ર જંયંતીના બેન્કમાંથી એટીએમ દ્વારા 2.54 લાખ ઉપાડી લીધા હતા આમ બંને ખાતામાંથી 11.54 લાખ ઉપાડી લીધા હતા. તેમ છતાં બળજબરીથી વ્યાજપેટે તેમનું બકોરનગરનું મકાન પ્રદિપ પટેલે સુનિલ પ્રજાપતિના નામ દસ્તાવેજ કરાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. રૂપિયા લઇ લીધા હોવા છતા તેમના પુત્રો મરાવી નાખીશ તેવી ધમકી આપતા વૃદ્ધાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સહિત તેમના બે માણસો સામે ફરિયાદ નોંધાવી છે. પરંતુ હાલમાં બંને શખ્સો ફરાર થઇ ગયા છે.

Most Popular

To Top