Gujarat

વાંસદા તાલુકામાં ટેમ્પો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોનું કરુણ મોત

એક તરફ સુરત જિલ્લામાં બાઈકર્સ દ્વારા જીવના જોખમે સ્ટન્ટના વિડીયો સામે આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ગમખ્વાર બાઈક અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે. ખડકાળા ખાતે આયસર ટેમ્પો બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા. વાંસદા તાલુકાના ખડકાળા ખાતે આવેલ જયપાલસિંહ મુંડા સર્કલ પાસે આયસર ટેમ્પો અને જીજે 30 સી 4411 નંબરની બાઇકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણે યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રનું પારસિંગ ધરાવતો આયસર ટેમ્પા અને બાઈક વચ્ચે અંદાજે વહેલી સવારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણેય યુવકોને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ તેમનું કરૂણ મૃત્યુ થયું હતું, જો કે ટેમ્પો ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો.. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને લાશનું પંચનામું સાથે જ ટેમ્પો ચાલકની શોધખોળ આદરી હતી..

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીંલી મુજબ યુવાનોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી પરંતુ, બાઈકના પારસિંગ આધારે ત્રણેય યુવાનો ડાંગના હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે હાલ તો વાંસદા પોલીસની ટીમએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ 108 ઇમરજન્સી સેવાના કર્મીઓ પણ ઘટના સ્થળે તુરંત પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top