SURAT

દમણના દરિયામાં નહાવા પડેલા સુરતના 3 યુવાન ડૂબી ગયા

દમણ : સંઘપ્રદેશ દમણ(Daman)ના દરિયા(sea)માં સુરત(Surat)ના 3 પર્યટક(tourist) ડૂબી ગયા(drowned) હોવાની ઘટના ઘટી છે. આજરોજ મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા ઘણા સમયથી સુરત ખાતે રહેતા 25 થી 30 વર્ષની વયના 5 જેટલા યુવાનો દમણ સહેલગાહ માટે આવ્યા હતા. જ્યાં મોટી દમણ લાઇટ હાઉસ પાસેના દરિયામાં મોડી સાંજે 5 યુવાન પૈકી 3 યુવાન ઋષભ જૈન (ઉ. 20), રાહુલ કસબે (ઉ. 23) અને વાસુ ખલપે (ઉ. 24) જીવન જોખમે દરિયામાં નાહવા પડ્યા હતા. જ્યાં અચાનક તેઓ દરિયામાં દૂર સુધી જતા રહેતા તેઓ ડૂબવા લાગ્યા હતા અને જોત જોતામાં તેઓ અદ્ર્શ્ય થઈ દરિયમાં ડૂબી જવા પામ્યા હતા.

  • ફાયર અને પોલીસની ટીમે ડૂબેલા પર્યટકોને શોધવાની કામગીરી શરૂ કરી
  • મૂળ મહારાષ્ટ્રના અને સુરતમાં રહેતા 5 યુવાનો રવિવારે દમણ ફરવા ગયા હતા
  • દરિયામાં મોડી સાંજે 5 પૈકી 3 યુવાન નહાવા પડ્યા અને ડૂબી ગયા
  • પોલીસ અને ફાયરે યુવાનોની શોધખોળ આદરી પણ સાંજ થઈ ગઈ હોવાથી કોઇ માહિતી મળી નહીં

મિત્રો ડૂબી ગયા હોય એવું કિનારે બેઠેલા યુવાન મિત્રોને થતા તેઓ ચિંતાતુર થઈ જતાં આ અંગે તુરંત કોસ્ટલ પોલીસને જાણકારી આપી હતી. જેને લઇ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તુરંત બનાવ સ્થળે આવી ડૂબેલા યુવાનોની શોધખોળ આદરી હતી. પરંતુ મોડી સાંજ થઈ ગઈ હોવાને લઈ ડૂબેલા યુવાનોને શોધવામાં ફાયર વિભાગની ટીમને અનેક મુસીબતો આવી રહી હોવાથી હવે આવતીકાલે શોધખોળની કામગીરી કરવામાં આવશે. ઘટનાની જાણ પ્રદેશના મામલતદાર તથા પોલીસ વિભાગના એસપી સહિતના અન્ય અધિકારીઓને પણ થતાં તેઓ પણ જગ્યા સ્થળ પર આવી પહોંચ્યા હતા.

યુવકો નશો કરીને નાહવા પડ્યા હોવાની ચર્ચા
દમણ ફાયરબ્રિગેડ દ્વારા જે બે યુવકને બચાવી લેવામાં આવ્યા છે તેઓ નશો કરેલી હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ બંને યુવકની પૂછપરછ કરી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

દમણનો દરિયો હવે સહેલાણીઓ માટે જોખમી
(1) 3 ફેબ્રુઆરી 2022 : દમણના બારીયા વાડ પાસે જમપોર બીચના કાંઠે 5 સગીરા ડૂબી જતાં ચારના મોત થયા હતાં.
(2) 2021 : દમણના દરિયામાં નાહવા પડેલા 2 યુવાનો દરિયામાં ડૂબી ગયા હતા. જેમાથી એકનું મોત થયું હતું.
(3) 2018 : 12 વર્ષીય પાયલ નામની યુવતીનું દમણના દરિયામાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

Most Popular

To Top