પાદરા: પાદરા-જંબુસર હાઈવે રોડ પર વહેલી સવારે ટ્રક અને ટેન્કર સામ સામે ભટકાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર અકસ્માત થતા ની સાથે જ બ્લાસ્ટ થતા ટેન્કરમાં અાગ લાગી જવા પામી હતી. આગ લાગવાના કારણે ટ્રક અને ટેન્કર ચાલક સહીત ક્લીનર આગમાં ભડથું થયા હતા અને ઘટના સ્થળેજ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક ઇસમ ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થવા પામ્યો હતો.
પાદરા જંબુસર રોડ પર અભોર ગામ પાસે સ્ટર્લીંગ કંપની નજીક મોરબી થી ટાઈલ્સ ભરી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક અને જંબુસર તરફથી આવતી ટેન્કર વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાયા બાદ અચાનક બંને ગાડીમાં બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી. બંને વાહનોનાં કેબીન માં પ્રથમ આગ ભભૂકી ઉઠી હતીસ, જેમાં આખી તર્ક આગ ની ઝપેટમાં આવી ગઈ હતી. જેમાં બંને વાહનો ના ચાલક સહીત ક્લીનર મળી કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય એક ઇસમ ગંભીર રીતે ઘવાયો હતો. બનાવ બનતા વડુ માસરરોડ પોલીસ ઘટના સ્થળે પહોચી કાર્યવાહી કરી હતી. ઈજા ગ્રસ્ત ઈસમને સારવાર માટે વડુ ખસેડાયો હતો. અને અકસ્માતમાં મરણ જનાર ઇસમોને બહાર કાઢી પી.એમ માટે વડુ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ટ્રક ચાલક સાગરભાઈ ધીરુભાઈ ગોરવાડીયા, ઉ.૨૬ રહે.ચોટીલા, નંદનવન સો, જી.સુરેન્દ્રનગર તથા ટેન્કર ચાલક અને ક્લીનર ૧.ગણપતસિંહ જુગતસિંહ ચૌહાણ ઉ.૩૨, રહે.મદાવા, તા.સેડવા, જી.બાડમેર રાજસ્થાન, ૨. સ્વરુપ્સિંહ ગજેસિંહ રાઠોડ, ઉ.૨૨, રહે.દેદુસર, તા.ચૌહાટન, જી.બાડમેર, રાજસ્થાનનું ઘટના સ્થળે આગ લાગતા આગમાં ભડથું થયા હતા. જ્યારે અન્ય ઇસમ ઈજાગ્રસ્ત થયા હતા જેના નામ અંગે માસર રોડ આઉટ પોસ્ટના જમાદાર રજની બારોટે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.