National

દેશમાં નવા 3.14 લાખ કેસ સાથે ભારતે કોઇ પણ દેશના દૈનિક કેસનો રેકોર્ડ તોડ્યો

ભારતમાં એક જ દિવસમાં કોરોનાના નવા 3.14 લાખ કેસો નોંધાયા હતા. આ આંકડો દુનિયાના કોઇ પણ દેશમાં નોંધાયેલો અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે. આ સાથે દેશના કુલ કેસો વધીને 1,59,30965 થયા છે. આ અગાઉ 8 જાન્યુઆરીએ અમેરિકામાં એક જ દિવસમાં 3 લાખ 7 હજાર કેસો નોંધાયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે 8 વાગે અપડેટ કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,14,835 કેસો નોંધાયા હતા અને રેકોર્ડ 2104નાં મોત સાથે કુલ મરણાંક વધીને 1,84,657 થયો છે. રિકવરી રેટ ઘટીને 85%ની નીચે ગયો છે.સતત 43મા સ્થિર વધારા સાથે સક્રિય કેસોની સંખ્યા વધીને 22,91,428 થઈ છે. જે કુલ કેસોના 14.38% છે. મૃત્યુ દર વધુ ઘટીને 1.16% થયો છે.

આઇસીએમઆરના જણાવ્યા મુજબ કુલ ટેસ્ટ્સની સંખ્યા 27,27,05,103 થઈ છે અને બુધવારે કુલ 1651711 ટેસ્ટ્સ થયા હતા.
2104 મોતમાં મહારાષ્ટ્રમાં 568, દિલ્હીમાં 193, છત્તીસગઢમાં 193, ગુજરાતના 125 મોતનો સમાવેશ થાય છે.

વિશ્વમાં કોરોનાની સૌથી ખરાબ સ્થિતિ ભારતમાં
આખી દુનિયામાં કોરોનાના અત્યાર સુધીના સર્વાધિક દૈનિક કેસો ભારતમાં નોંધાયા છે ત્યારે દેશના ઘણાં રાજ્યોમાં કોરોનાના દર્દીઓ માટે ઑક્સિજનની તંગી ઊભી થઈ છે. આ તસવીરો અલ્હાબાદ અને કાનપુરની છે જ્યાં દર્દીના સંબંધીઓ ઑક્સિજન સિલિન્ડર્સ માટે લાઇનમાં ઊભા છે. કેટલાંક રાજ્યોની વડી અદાલતો બાદ સુપ્રીમ કૉર્ટે પણ દેશમાં કોરોનાની સ્થિતિને રાષ્ટ્રીય કટોકટી ગણાવી છે.

Most Popular

To Top