વડોદરા : ફતેગંજ વિસ્તારના રહેતા વેપારીએ અભ્યાસ માટે કેનેડા જવા છાણી વ્યાજખોર પાસેથી 5.10 લાખ 12 વ્યાજે લીધા હતા તેની સામે તેઓ 29.70 લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં વધુ 4 લાખની વ્યાજખોર માગણી કરતો હતો. જેથી તેઓ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી પૂર્ણિમા સોસાયટીમાં રહેતા અનિક વિજયકુમાર વેપારી છે. વર્ષ 2015માં વેપારીની બહેન નિશાબેનને કેનેડા અભ્યાસ કરવા માટે જવાનુ્ં હોવાથી તેઓને નાણાની જરૂર પડી હતી.
જેથી તેઓએ તેમના મિત્ર મનિષ શંકાલિયાના (રહે. સમા)ને વાત કરતા તેણે તેઓને જણાવ્યું હતું કે મારા ઓળખીતા હિમાંશુ ગોપાલ થોભાણી (રહે શિવમ સોસાયટી એકતાનગર પાસે છાણી જકાતનાકા ) વ્યાજે નાણા આપે છે. જેથી વેપારી મિત્ર સાથે હિમાશુ થોભણીની છાણી જકાતનાકા પાસેના જલ જ્યોત એપાર્ટમેન્ટમાં આવેલી ઓફિસમાં ગયા હતા અને તેમની પાસેથી વર્ષ 2015માં 3.50 લાખ 12 ટકાના વ્યાજે લીધા હતા. જેનું તેઓએ દર મહિના 42 વ્યાજ આપવાનું નક્કી થયું હતું. તેઓએ રૂપિયા આપવા બદલ સિક્યુરિટી પેટે 6 કોરા ચેક સહી કરેલા લીધા હતા.
વેપારીએ વર્ષ 2015થી 2019 સુધીમાં 42 હજારના 43 હપ્તા મળી 18.06 લાખ રોકડમાં વ્યાજે આપ્યા છે.વ્યાજ આપવાની 15 તારીખ સુધીમાં 42 હજાર વ્યાજ ના અપાય તો વ્યાજખોર 10 ટકા પેનલ્ટી વસૂલ કરતો હતો. વધુ વ્યાજ અને મૂડીની માગણી કરતા તેઓ ચારવાર આરટીજીએસથી પણ રકમ ચૂકવી છે. ત્યારબાદ પણ વ્યાજખોરે વધુ 9 લાખની માગણી કરતો હોવાથી તેમના પિતાના ખાતામાંથી 9 લાખ ચેકથી હિમાંશુને ચૂકવ્યા હતા તેમ છતાં હજુ તેઓ બે લાખન માગણી કરતા હતા.
ઉપરાંત વર્ષ 2021માં રૂપિયાની જરૂર પડતા મિત્ર રિતેષ પંચાલ સાથે જઇને હિમાંશ થોભાણી પાસેથી 1.60 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. ઉપરાંત તેમના મિત્ર રિતેષ પણ 60 હજાર વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ પણ તેઓ 27 ચુકવવા સાથે 2.70 લાખ વ્યાજ ચૂકવી દીધુ હોવા છતાં તેઓ વધુ 4 લાખની માગણી તેની પાસેથી કરી રહ્યા હોવાથી તેઓ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વ્યાજ આપવાની તારીખ જતી રહેતો હિમાંશુ 10 લેખે પેનલ્ટી વસૂલ કરતો હતો
વેપારીએ પહેલા બહેનના અભ્યાસ માટે 3.50 લાખ 12 ટકા વ્યાજે લીધા હતા તેનું દર મહિના 42 હજાર વ્યાજ ચૂકવતો હતો. વ્યાજની ચૂંકવણીની 15 તારીખ નક્કી કરાઇ હતી. જો 15 તારીખ સુધીમાં વ્યાજની રકમ ન ચૂકવાય તો વ્યાજખોર હિમાંશ થોભાણી 10 ટકાની લેખે પેનલ્ટી વસૂલ કરતો હતો. વેપારીએ 18 લાખ ચૂકવી દીધા બાદ પણ વ્યાજ માંગતા ચાર વાર આરટીજીએસથી પણ ચૂકવ્યા હતા.