Vadodara

નવા 281 કેસ, શંકાસ્પદ કોરોનાથી યુવતીનું મોત

વડોદરા : શહેરમાં કોરોનાએ તોફાની ઈનિંગ રમવાની શરૂઆત કરી દીધી છે.વીતેલા 2 દિવસમાં ધમાકેદાર બેટિંગ કરી શુક્રવારે કોરોનાએ બે સદી પુરી કરવા સાથે 281ના આંક ઉપર પહોંચી ત્રીજી સદી ફટકારવા તરફ પ્રયાણ કર્યું છે. 2022ના પ્રારંભેથી છેલ્લાં સાત દિવસમાં આજદિન સુધીમાં કોરોના કેસોનો કુલ આંક 958 ઉપર પહોંચ્યો છે. ત્યારે શહેરના ખારીવાવ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતીની તબિયત લથડતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો હતો અને અાજે હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન શંકસ્પદ કોરોનાને કારાણે તેનું મોત થયુ હોવાની માહિતી મળી હતી.

કોરોના સંક્રમણ જેટ ગતિએ ફેલાઈ રહ્યું વીતેલા 24 કલાકમાં શુક્રવારે નવા 281 કેસ નોંધાયા હતા. પાલિકા દ્વારા જારી કરેલી યાદી મુજબ કુલ મરણનો આંક 623 ઉપર સ્થિર રહેવા પામ્યો છે.વીતેલા 24 કલાકમાં 7,574 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 281 પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 7293 નેગેટિવ આવ્યા હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 56 વ્યક્તિઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.જોકે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ 7 દિવસ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.

હાલ 831 લોકો હોમ આઈસોલેશન

શહેરમાં કોરોનાના ભરડામાં જઈ રહ્યું છે.ત્યારે શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 947 અને હોમઆઇસોલેશન હેઠળ 831 વ્યક્તિઓ છે.જ્યારે 116 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ દાખલ છે.જેમાં વેન્ટિલેટર-બાયપેપ પર 3 દર્દીઓ,વેન્ટિલેટર વગર આઈસીયુમાં 11 દર્દીઓ,ઓક્સિજન ઉપર 46 અને ઓક્સિજનની જરૂર નથી તેવા હળવા લક્ષણો ધરાવતા 56 દર્દીઓનો સમાવેશ થાય છે.જ્યારે કુલ 1,113 વ્યક્તિઓ હાલ ક્વોરેન્ટાઈન હેઠળ છે.

SSG-જમનાબાઈ હોસ્પિ.માં  સ્ટાફ સહિત 9 સંક્રમિત

સયાજી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર મહેશ્વરી સહિત ત્રણ તબીબો અને સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે. મેડીકલ ઓફિસરને બે-ત્રણ દિવસથી શરદી ખાંસી તાવ જેવી તકલીફો ઊભી થતાં તેમનો કોરોના નો ટેસ્ટ કરાવ્યો હતો.જે રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઈશોલેટેડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા પરિવારના અન્ય સભ્યોનું પણ મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે જમનાબાઈ હોસ્પિટલના બે તબીબો પણ કોરોના સંક્રમિત થયા છે.

બે શાળાના 5 શિક્ષકો વિદ્યાર્થી કોરોના સંક્રમિત

ન.પ્રા.શિ.સમિતિની કરોળિયા પ્રાથમિક શાળામાં એક શિક્ષક અને સંવાદની સ્વામિ વિવેકાનંદ શાળામાં બે શિક્ષક કોરોના ગ્રસ્ત થયા છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ અને નિયમોનુસાર શિક્ષણકાર્ય કાર્યરત રહેશે. તેવું જિલ્લા શિક્ષણ અધિકારી ધર્મેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.જ્યારે ખાનગી મહાત્મા ગાંધી સ્કૂલ અને મકરપુરા ન્યુઈરા સ્કૂલ ના મળી કુલ બે શિક્ષકો સાથે સંત કબીર સ્કૂલનો ધોરણ 6 નો વિદ્યાર્થી પણ કોરોના સંક્રમિત થયો હોવાની માહિતી મળી હતી.

વિનોદ રાવની પુનઃ વડોદરાના પ્રભારી સચિવ તરીકે નિમણૂક

વડોદરામાં કોરોનામાં કોરોના કેસો વધતા તંત્ર ચિંતાતુર બન્યું છે. બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં, ઓક્સિજન પ્લાન્ટ- 10 માંથી 4 બંધ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. કોરોનાની ત્રીજી લહેર સાથે ડો.વિનોદ રાવને ફરી એક વાર વડોદરાની પ્રભારી સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.તેઓ તિલસ્માતી ઇલાજો, અમલિમીટેડ આઇડિયાઝ ધરાવતા અને વડોદરાના ઇતિહાસ,ભૂગોળ સહિત નેતાઓના કચ્ચા-ચિઠ્ઠાના જાણકાર હોવાનું મનાય છે. તેમજ તેઓ હવે ડો.શિતલ મિસ્ત્રી સાથે પુનઃ સાથે દેખાશે.

ખાટલા સાવ ખાલી રહે એવી વિનીત હૃદયે પરમાત્માને પ્રાર્થના

શહેરની ગોત્રી જીએમઈઆર એસ હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગે કરેલી વ્યવસ્થાઓ અને વોર્ડ દર્દીઓ વગર સાવ ખાલી છે. તબીબો અને સ્ટાફ આ વોર્ડ આ ત્રીજી વાર ત્રાટકેલી આફતમાં લગભગ સાવ ખાલી રહે એવી પ્રાર્થના વિનીત હૃદયે પરમાત્માને કરી રહ્યો છે.તેમ છતાં, ટેકનોલોજી,મેડિકલ ઈકવિપમેંટ,તાલીમ પામેલા સ્ટાફ અને જરૂરી સ્ક્રીનીંગથી લઈને અલાયદા વોર્ડની વ્યવસ્થાઓ સાથે રખે ને કોઈ કોવિડના ચેપથી સંક્રમિત સગર્ભા સારવાર કે પ્રસૂતિ માટે આવે તો ગર્ભસ્થ કે નવજાત શિશુ અને માતાની જીવન રક્ષા માટે સજ્જ છે.  પ્રસૂતિ તેમજ સ્ત્રીરોગ વિભાગના વડા ડો.આશિષ શાહે જણાવ્યું કે સંક્રમિત સગર્ભાઓ માટે સામાન્ય વિભાગથી સલામત અંતરે ટ્રાયેજ સહિતના જુદા લેબર રૂમ, વેન્ટિલેટર અને ઓક્સિજનની પૂરતી સુવિધા, ન્યુ બોર્ન બોબી કોર્નર, આઇસોલેશન વોર્ડ અને આઇસીયુની સગવડો તૈયાર કરાઇ છે.

ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ

વડોદરા જિલ્લાના પ્રભારી અને  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આજે સર્કિટ હાઉસ વડોદરા ખાતે  કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારે  જણાવ્યું કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વડોદરા શહેર જીલ્લામાં સારી કામગીરી કરવામાં આવી હતી. કોરોનાના નવા રૂપ ઓમીક્રોન સામે લડવા આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે તેમ નથી. કોરોનાનો સંભવિત ત્રીજો વેવ આવે તે માટેની પૂર્વ તૈયારી જ કોરોનાને નાથવાં ઉપાય છે.

કોરોનાના કેસો વધતા અટકાવવા પાલિકા પોલીસની ‘જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ’

શહેરમાં કોરોનાના કેસો વધતા અટકાવવા પાલિકા પોલીસ ની કોર્ સંયુક્ત ટીમ ‘જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ’દ્વારા પાણીગેટ, ખંડેરાવ માર્કેટ, સહિત જે વિસ્તારમાં ભીડ ભેગી થાય છે ત્યાં એનાઉન્સમેન્ટ કરીને લોકોને જાગૃત કરવાની કામગીરી કરી હતી. કોવિડ ૧૯ ની ગાઈડલાઈન નું નાગરિકો દ્વારા પાલન કરવામાં જો નહીં કરવામાં આવે તો દંડની પણ કાર્યવાહી કરવામાં આવશે.  શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોર્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે.

હાઈરિસ્ક કન્ટ્રીમાંથી વધુ 46 પ્રવાસીઓ વડોદરા પરત ફર્યા

ઓમિક્રોનના આવી રહેલા કેસો વચ્ચે વિદેશથી પ્રવાસીઓનું આગમન જારી છે.શુક્રવારે વધુ 46 પ્રવાસીઓ વિદેશથી પરત ફર્યા હતા. જ્યારે 44 પ્રવાસીઓ ઓમિક્રોન માટેના જોખમી દેશોમાંથી આવેલા છે.બોત્સવાનામાંથી 3,સાઉથ આફ્રિકા તથા અન્ય આફ્રિકન દેશોમાંથી 1,ન્યુઝીલેન્ડમાંથી 3, યુકે સહિતના યુરોપિયન દેશોમાંથી 36 પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

Most Popular

To Top