દેશમાં કોરોના વાઈરસ ( corona) ના સંક્રમણની બીજી લહેર કાબુમાં કરવા સુપ્રીમ કોર્ટે ( supreme court) કેન્દ્ર અને રાજ્ય સરકારોને લૉકડાઉન ( lock down) અંગે વિચાર કરવાનું સૂચન કર્યું છે. દેશની હોસ્પિટલોમાં બેડ ( bed) , આઈસીયુ ( icu) , ઓક્સિજન ( oxygen) , જરૂરી દવાઓ વગેરેની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો કરીને સુનાવણી શરૂ કરી છે. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણ કાબુમાં રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને લૉકડાઉનનો વિચાર કરવાની પણ ભલામણ કરી.
રાષ્ટ્રીય નીતિ બનાવવા 2 અઠવાડિયા આપ્યાં
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો કે, હાલની સ્થિતિમાં રાજ્ય સરકારોએ ઓક્સિજન પહોંચાડવા આગામી ચાર દિવસમાં રોજેરોજનો ઈમર્જન્સી સ્ટોક તૈયાર કરવો. આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે, કોરોના દર્દીઓ પાસે રહેણાકનો પુરાવો ના હોય, તો પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકારો તેમને ભરતી કરવાની કે જરૂરી દવા આપવાની ના નહીં પાડે. આ મુદ્દે કેન્દ્ર આગામી બે સપ્તાહમાં હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવાની રાષ્ટ્રીય નીતિ બનાવે, જેનો તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલ કરવાનો રહેશે.
લોકડાઉનમાં નબળા વર્ગની જરૂરિયાત પૂરી કરવા યુદ્ધ સ્તરે તૈયારી કરો
દેશમાં વધતા સંક્રમણનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વર્તમાન લહેર કાબુમાં રાખવાની યોજના બનાવવાનું પણ સૂચન કર્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લૉકડાઉનની સામાજિક-આર્થિક અસરોની નબળા વર્ગ પર શું અસર થશે, તેનાથી અમે વાકેફ છીએ. આમ છતાં, લૉકડાઉન કરવું પડે, તો આ વર્ગની તમામ જરૂરિયાતો પૂરી કરવા યુદ્ધ સ્તરે તૈયારી કરો.
સુપ્રીમ કોર્ટે (Supreme Court) રવિવારે રાતે સુનાવણી કરતા એમ પણ કહ્યું કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામૂહિક સમારોહ અને સુપર સ્પ્રેડર કાર્યક્રમો પર રોક લગાવવા માટે વિચાર કરવાનો આગ્રહ કરીશું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કહ્યું કે તેઓ લોક કલ્યાણના હિતમાં કોરોનાની બીજી લહેર પર અંકુશ લગાવવા માટે લોકડાઉન પર વિચાર કરી શકે છે.
ગરીબોના ભોજનનું ધ્યાન રાખવું જોઈએ
કોર્ટે કહ્યું કે લોકડાઉન દરમિયાન નબળા વર્ગોની સુરક્ષા માટે વ્યવસ્થા કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે તે લોકડાઉનના સામાજિક અને આર્થિક પ્રભાવથી પરિચિત છે ખાસ કરીને ગરીબો પર તેની સૌથી વધુ અસર પડી શકે છે. આથી જો લોકડાઉન લગાવવાની જરૂર હોય તો સરકારે ગરીબોની જરૂરિયાતને પૂરી કરવાની વ્યવસ્થા પહેલેથી કરી લેવી જોઈએ.