રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 23 કેસ નોંધાયા હતા. જ્યારે હાલમાં રાજ્યમાં 180 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે સુરત મનપામાં 8, અમદાવાદમાં 6, સુરત જિલ્લામાં 3, વલસાડમાં 3, ખેડામાં 1, નવસારીમાં 1એમ કુલ 23 કેસો નોંધાયા છે. જ્યારે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. જયારે સારવારમાં સાજા થઈ જવાના કારણે 14 દર્દીઓને રજા આપી દેવાઈ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 81,67,702 કેસો નોંધાયેલા છે.
હાલમાં રાજ્યમાં 180 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 176 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 815740 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 10082 દર્દીઓનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં રવિવારે દિવસ દરમ્યાન 62,842 લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 45 વર્ષથી વધુ ઉમરના 8824 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉંમરના 7797 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 24741 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 21018 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6,14,44,354 લોકોને રસી આપવામાં આવી છે.