રાજ્યમાં મંગળવારે સૌથી વધુ વલસાડમાં 7 સહિત રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. જ્યારે ઘણા સમય બાદ જૂનાગઢ ગ્રામ્યમાં કોરોનાના એક દર્દીનું મૃત્યુ થયું હતું. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,083 પર પહોંચ્યો છે. બીજી તરફ મંગળવારે 14 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,776 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના સાજા થવાનો દર 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં વલસાડમાં 7, સુરત મનપામાં 5, સુરત ગ્રામ્યમાં 3, ખેડા, રાજકોટ મનપામાં 2-2, અમદાવાદ મનપા વડોદરા મનપા, જુનાગઢ, નવસારીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 180 થઈ છે, જેમાંથી 03 વેન્ટિલેટર પર અને 177 દર્દીઓ સ્ટેબલ છે.
રાજ્યમાં મંગળવારે 18 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 3,899ને બીજો ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 45,568 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 94,760 વ્યક્તિને બીજો ડોઝ, તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 1,39,609 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 2,29,698ને બીજો ડોઝ મળી કુલ 5,12,552 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,25,22,653 વ્યક્તિને રસી આપવામાં આવી છે.