પલસાણા : સ્ટેટ મોનિટરિંગની ટીમે રવિવારે બપોરે પલસાણાના (Palsana) અંત્રોલી (Antroli) ગામે પંચાયત ઓફિસની પાછળના યુનિવર્સલ ટીમ્બરની પાછળ આવેલા ભગુભાઈ વિથલભાઈ પટેલના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રેડ (Raid) કરી હતી. ત્યાં બહાર પડેલી ટ્રક નંબર MH 48 BM 9161માંથી વિદેશી દારૂની 400થી વધુ પેટીમાંથી 14,807 નંગ વિદેશી દારૂની (liquor) બોટલો મળી હતી.
પોલીસે ઘટના સ્થળેથી અશોક જેશાજી રાજપુરોહિત (ઉ.વ.27 રહે. કામરેજ, સુરત)ની અટકાયત કરી હતી પોલીસે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂ ગોડાઉનમાંથી સુરત શહેરમાં લઈ જવાઈ રહ્યો હતો પોલીસે આ વિદેશી દારૂ મંગાવનાર હનીફ ઉર્ફે દાઢી કાળું ખાન (રહે.જી./4 લક્ષ્મીવિલા શોપિંગ સેન્ટર સચિન, સુરત શહેર) તેમજ ભાવેશ પટેલ ઉર્ફ ભાવેશ મારવાડી તેમજ ગોડાઉનમાંથી દારૂ ભરીઆપનાર સોનું અને રોનક તેમજ દારૂ મોકલનાર હર્ષદ ભંડેરી, મહેશ ભરાલાલ ઠક્કર, મહેશભાઈનો મેનેજર પંકજ શર્મા તેમજ રેડ દરમિયાન ભાગી જનાર અશોલ લેલેન ટ્રકનો ડ્રાઇવર સહિત 8 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે રૂ. 38,84,500નો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથધરી હતી.
કામરેજમાં ફાર્મ હાઉસમાં દારૂ ઉતારતી વેળાએ જ પોલીસ ત્રાટકી
કામરેજ: કામરેજના (Kamrej) સેવણી ગામે ફાર્મ હાઉસમાં (Farm House) વિદેશી દારૂનો (Alcohol) મોટો જથ્થો ઉતારીને સગેવગે કરવા જતાં પોલીસ (Police) ત્રાટકી હતી. વિદેશી દારૂ તથા બિયરના જથ્થાની કુલ બોટલ નંગ-16284 કિંમત રૂ.24,50,400 તેમજ મહિન્દ્ર પિકઅપ, કાર, મોટરસાઈકલ, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.32,76,400નો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો.
મંગળવારે કામરેજ પોલીસમથકના પીઆઈ એમ.એમ.ગીલાતરને સ્ટાફ સાથે રાત્રિના પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, સેવણી ગામની સીમમાં સેવણીથી ઓરણા જતા નહેરની બાજુમાં આવેલા બ્લોક નં.266 વાળા ફાર્મમાં રામજી ઉર્ફે રામુ ઉર્ફે રાજુ રંગાણી તેના માણસો દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરી રહ્યો છે.
આ બાતમીના આધારે રેડ કરતાં ત્રણ ઈસમ મુસ્તાક હારૂન વારૈયા, જનક જેરામ ડાભી તેમજ બ્રિજેશસિંગ તેજપાલસિંગ ભદોરિયાને પકડી તપાસ કરતાં વિદેશી દારૂ કિંમત રૂ.24,50,400 તેમજ ત્રણ મોબાઈલ કિંમત રૂ.11,000, મહિન્દ્વા પિકઅપ કિં.રૂ.3,00,000, આઈ-20 કાર કિં.રૂ.5,00,000 મળી કુલ રૂ.32,76,400નો મુદ્દામાલ પકડી પકડાયેલા ઈસમોની પૂછપરછ કરતાં જથ્થો મંગાવનાર રામજી ઉર્ફે રામુ ઉર્ફે રાજુ રંગાણી ઘનશ્યામ પટેલ આઈ-20માં સવાર સુરેશ મારવાડી તથા સાથે આવેલો એક ઈસમ, દારૂનો જથ્થો ઉતારી જનાર ઈસમ તેમજ પિકઅપના ચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ કેસમાં પકડાયેલો મુસ્તાક ભાવનગરમાં દારૂ, મારામારીના અલગ અલગ ગુનામાં અગાઉ પણ પકડાઈ હતો.