Gujarat Main

રાજ્યમાં કોરોનાના નવા 2276 કેસ, પાંચના મોત

GANDHINAGAR : રાજ્યમાં કોરોનાના ( CORONA ) કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2276 કેસ નોંધાયા છે. જ્યારે આજે સુરત મનપામાં બે, અમદાવાદ મનપામાં એક, ભાવનગર મનપામાં એક અને ભરૂચમાં એક મળી કુલ 5 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4484 થયો છે, આજે 1534 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,83,241 સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર દિવસે દિવસે ઘટતો જાય છે. આજે સાજા થવાનો દર 94.86 ટકા રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 601, સુરત મનપામાં 607, વડોદરા મનપામાં 259, રાજકોટ મનપામાં 149, ભાવનગર મનપામાં 29, ગાંધીનગર મનપામાં 24, જામનગર મનપામાં 22 અને જૂનાગઢ મનપામાં 9 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 153 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 10871 વેન્ટિલેટર ઉપર 157 અને 10714 દર્દીઓ સ્ટેબલ છે.અત્યાર સુધીમાં કુલ 44,29,556 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 6,29,707 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 50,58,626 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,98,973 વ્યકિતઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

ચાંદખેડા જીટીયુ ( GTU) અને આઈઆઈટી ( IIT) ગાંધીનગરના કેમ્પસમાં કોરોનાના કેસો વધ્યા છે. જેના પગલે આ બંને કેમ્પસ હવે સેનિટાઈઝ કરવામાં આવ્યા છે. આઈઆઈટી પાલ્લજના 25 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના પગલે આ કેમ્પસમાં બહારના વિદ્યાર્થીઓની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


આઈઆઈએમ અમદાવાદના 38 વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ રીતે આઈઆઈએમમાં 2 ફેકલ્ટી સહિત કુલ 40 લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે.આઈઆઈએણના 5 વિદ્યાર્થીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હતા. તે વાત તેમણે ઇન્સ્ટિટ્યુટમાં છુપાવી હતી. જેના પગલે કોરોનાનું સંક્રમણ વધી જવા પામ્યું છે.
હવે ચાંદખેડા જીટીયુ કેમ્પસમાં પણ 6 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.જેમાં 2 પ્રોફેસર અને 3 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top