વડોદરા: રખડતા ઢોરનો ત્રાસ શહેરમાં દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ તુલસીભાઈની ચાલીમાં મૂળ યુપીના રહેવાસી સાથે બની હતી . ચાર વર્ષની બાળકીને સગર્ભા માતા બચવા જતા ઈજાગ્રસ્ત થઇ હતી અને બાળકી પણ ઈજાગ્રસ્ત થતા તેમને શહેરની એક ખાનગી હોસ્પીટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જયારે તબીબે તેમનો સગર્ભા સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. જયારે બીજી બાજુ વડોદરા પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયા દ્વારા આ ગંભીર બનાવને ધ્યાનમાં લેતા તાત્કાલિક યુદ્ધના ધોરણે સલાટવાડા વિસ્તારમાં આવતા ત્રણ જેટલા ઢોરવાડા સીલ કરવામાં આવ્યા હતા. અને ૨૨થી વધુ ઢોર પકડીને પાંજરે પુરવામાં આવ્યા હતા.
જેથી સલાટવાડા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઢોરવાડા સીલ કરતા વેળા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો. જોકે આજે સવારથી જ પાલિકાની દબાણ શાખાની ટીમ શહેરમાં ત્રાટકી રહ્યું છે. સવારે શહેરના ત્રણ સ્થળેના ગેરકાયદેસર રીતે ઉભા કરેલા દબાણો દુર કરવામાં આવ્યા છે જયારે બીજી બાજુ ઢોરને લીધે ગઈકાલે જે સગર્ભા માતાને રખડતા ઢોરે અડફેટે લેતા માતા ઈજાગ્રસ્ત થતા જ પાલિકાની દબાણ શાખા દ્વારા સલાટવાડા વિસ્તારમાં આવેલ ત્રણ ઢોરવાડા સીલ કર્યા હતા અને ૨૨થી વધુ ગાય અને વાછરડા કબજે કર્યા હતા.