વડોદરા : વર્ષ 2020માં નાગરવાડા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને 20 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં તપાસ કરનાર અમલદાર દ્વારા 20 આરોપીને નામની ચાર્જશીટ કરીને કોર્ટમાં રજૂ કરતા તમામ આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા કોર્ટે માત્ર એક હજારરૂપિયાનો દંડ ફટકાર્યો છેતેમજ દંડ ના ભરે તો 10 દિવસની સાદી કેદનીસજા ફટકારવાનો હુકમ કર્યો છે. શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા નૂરી એપાર્ટેમન્ટ પાસે આવેલી બિલ્ડિંગના બીજા માળ પર રૂબી જીમખાનાની આડમાં મોટું જુગારધામ ધમધમી રહ્યું છે.
જેની બાતમી પોલીસ મળી હતી જેના આધારે પોલીસે વર્ષ 2020માં નૂરી એપાર્ટમેન્ટ પાસેની બિલ્ડિંગમાં દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડાના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે 20 જેટલા ખેલીઓ શબ્બીર હુસેન ગુલામહૂસેન સિંધી, જફરભાઈ હુસૈનભાઈ શેખ, કમલેશભાઈ મફતભાઈ શાહ, નીતીન અશોકભાઈ મસ્કે, ઇસ્માઈલ રહેમાન શેખ, વિશાલ શનાભાઈ પ્રજાપતિ, જાવેદીંયા ઈબ્રાહીમીયા મલેક, અફજલખાન ઉર્ફે અનુ ઉસ્માનખાન પઠાણ, અબ્દુલરીઝા અબ્દુલમજીદ શેખ, આબીદ જુમ્માભાઈ ધોબી, હસન સરીફભાઈ સૈયદ, દેવજીભાઈ ભાયલાલભાઈ વસાવા, આરીફ મો, હનીફ શેખર, અબ્બાસબેગ મૈયુબેગ મીરઝા, વિનય પુંડલીકભાઈ પવાર, કુંદન હેમનદાસ ખાનાણી, શ્યામ આસનદાસ જાનેમલાણી,ઇબ્રાહીમ અબ્દુલકાદર ખજુરવાલા, માછી મુકુંદસિંહ રાજપુત, મહેશભાઈ અરૂણભાઈ મોરે તમામ આરોપીની ચાર્જશીટ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં આરોપીઓએ પોતાનાએ કરેલા ગુનાની કબૂલાત કરી છે.
જેથી જુગારીઓ વિરૂદ્ધ ધી બોમ્બે પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટની કલમ 45 મુજબ શિક્ષાને પાત્ર ગુનામાં તકસીરવાન ઠેરવવામાં આવ્યા છે. તમામ જુગારીઓને કોર્ટ ઉઠતા સુધીની સજા તથા દરેક આરોપીઓને રૂા. એક હજારનો દંડ ફટકારવાની સજા ફટકારવામાં આવ્યો છે. પરંતુ આરોપીઓ દંડની રકમ નહી ભરે તો 10 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દરેક આરોપીને ખાતરી કરીને મોબાઇલ પરત સોંપવાનો હુકમ કર્યો છે. જ્યારે અન્ય 30 જેટલા આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.