Vadodara

ગલ્લાવાળાને ઢોર માર મારનાર 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

વડોદરા: પોલીસે પ્રજાની રક્ષક નહીં પણ ભક્ષક છે એવું સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે .શહેરના વડસર વિસ્તારમાં એક પાનની દુકાનના વેપારીને કરફ્યુ ના સમયે ગલ્લો ખુલ્લો રાખતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે બે પોલીસ જવાનો દ્વારા વેપારીને પછાડી પછાડીને ઢોર માર મારવાના કિસ્સાએ સામે આવ્યો હતો એનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ માજલપુર પોલીસના બે જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શહેરમાં પોલીસ જવાનોની પોલીસ ગુંડાની છાપ ના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પ્રજા સામે પોતાની શાખ સુધારવા માટે પોલીસ અને પ્રજા મિશ્રા છે તેવા અનેક કાર્યક્રમો પોલીસ દ્વારા કરવામાં આવે છે પરંતુ અમુક પોલીસ કર્મચારીઓમાં પોલીસ ગુંડાઓ છે તેઓ ખાખી પર દાગ લગાવે છે અને જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસની છાપ સુધારી રહી છે ત્યારે અવાજ પોલીસ ગુંડાઓ પોલીસની છાપ બગાડી રહ્યા છે. શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે કોઈ રીઢો ગુનેગાર નથી નહિ તેને કોઇ ચોરી કરી કે દારૂ નો વેપલો કરતો પરંતુ માત્ર એ એક પાન નો ગલ્લા ની દુકાન ચલાવી તેનું ગુજરાન ચલાવે છે તેને પોલીસના આ પોલીસ ગુંડાઓએ તેને આરોપીની જેમ ઢોર માર મારવામાં આવ્યો હતો.

શહેરના વડસર વિસ્તારમાં એક પાનની ગલ્લો રાત્રી કરર્ફ્યું બાદ પણ ખુલ્લી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સિવિલ ડ્રેસમાં દુકાન પર ધસી આવ્યા હતા.રાત્રી કરર્ફ્યું દરમિયાન દુકાન કેમ ખુલ્લી રાખી છે. તેવો સવાલ કરીને વેપારી કાઈ સમજે વિચારે એ પેહલા તેને માર મારવાનો શરૂ કરી દીધો હતો.માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોર તેમજ હરીશ ચૌહાણના માથે પોલીસ નો નશો એ હદે સવાર હતો કે વેપારી બે હાથ જોડી તેમની માફી માંગતો રહ્યો છતાં આ બંને પોલીસ જવાનો વેપારીને પછાડી પછાડીને મારતા રહ્યા.જેના કારણે વેપારીને ઇજાઓ પણ પોહચી હતી.

જો વેપારી એ કાયદાનું ઉલ્લંઘન કર્યું તો માંજલપુર પોલીસ સ્ટેશનના આ બે કોન્સ્ટેબલ ઠાકોરભાઇ તેમજ હરીશ ચૌહાણ એ વેપારી સામે ગુનો દાખલ કેમ ન કર્યો ? તેમજ પોલીસને આ પ્રકારે સામાન્ય જનતાને ઢોર માર મારવા નો અધિકાર કોણે આપ્યો એ સૌથી મોટો સવાલ છે.હાલ તો સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થતા ડીસીપી કરણરાજ વાઘેલા દ્વારા મીડિયા સમક્ષ પોલીસના આ પ્રકારના વર્તનની નિંદા કરી ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી.તેમજ સમગ્ર મામલાની તપાસ ACP કુંપાવતને સોંપવામાં આવતા કોન્સ્ટેબલ ઠાકોર તેમજ હરીશ ચૌહાણ પોતે કસૂરવાર હોવાનું તપાસમાં માલુમ પડતા બંનેને સસ્પેન્ડ કરી દેવાંમાં આવ્યા હતા. પોલીસના આ ગુંડા ગિરી થી પ્રજા ની સામે પોલીસની ખાખી પર દાગ લાગ્યો હતો. જોકે પોલીસ ગુના થયેલા હોય એવા આરોપી પકડતી નથી અને વેપારીઓ ને હેરાન કરે છે. એવા અનેક કિસ્સાઓ અંગે જેમાં પોલીસનું નાક કપાયું છે. એક સમયે જ્યારે તત્કાલીન પોલીસ કમિશનર સતીષ શર્મા હતા ત્યારે ક્રોસ પોલીસ સ્ટેશનમાં રેડ પાડવામાં આવતી હતી.

Most Popular

To Top