બનાસકાંઠા: રાજ્યના અનેક જિલ્લાઓમાંથી માઈ ભક્તો ભાદરવી પૂનમ પર અંબાજી (Ambaji) માતાના દર્શન માટે જતા હોય છે. લાખોની સંખ્યામાં ભક્તો સેંકડો કિલોમીટર ચાલી માતાજીના દર્શન કરવા પહોંચે છે. ત્યારે છેલ્લા બે દિવસથી પદયાત્રીઓના (Pedestrians) અકસ્માતની (Accident) ઘટના સામે આવી રહી છે. સતત બીજા દિવસે બનાસકાંઠાના (Banaskantha) લાખણી-ડીસા (Disa) હાઈવે (Highway) પર જીપે બે પદયાત્રીઓને અડફેટે લેતા પદયાત્રીઓનું દુ:ખદ મોત (Death) નિપજ્યું હતું.
વધુ બે પદયાત્રીઓને અકસ્માત નડ્યો
બનાસકાંઠાના લાખણી-ડીસા હાઈવે પર જીપ ચાલકે બે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક પદયાત્રીને હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ પ્રાથમિક સારવાક મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ થરાદના પડાદર અને ઝેટા ગામના ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા અંબાજી જઈ રહ્યા હતા ત્યારે લાખણી-ડીસા હાઈવે પર આ ઘટના બની હતી. જેમાં જીપે ટક્કર મારતા રાયસંગભાઈ પટેલ અને લગધીરજી ઠાકોરનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
અંબાજી જતા પદયાત્રીઓને કારે કચડ્યા, 7નાં કરૂણ મોત, 9 ગંભીર રીતે ઘાયલ
ગતરોજ અરવલ્લીના (Arvalli) કૃષ્ણાપુર નજીક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યા હતો. જેમાં મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને કાર ચાલકે કચડ્યા હતા. આ અકસ્માતમાં 7 લોકોનાં કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે 9 પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હિમ્મતનગર સિવિલમાં ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. સાથે જ 4 લાખ સહાયની જાહેરાત કરવામાં આવી છે.
કાર ચાલક સતત 20 કલાકથી કાર ચલાવી રહ્યો હતો
મળતી માહિતી મુજબ કાર ચાલક છેલ્લા 20 કલાકથી કાર ચલાવી રહ્યો હતો. જેના કારણે તેને ઊંઘનું એક ઝોંકુ આવી ગયું હતું. કાર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જો કાર ટોલ બુથના પીલર સાથે અથડાઈ ન હોત તો અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થયો હોત.