ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ માં યુદ્ધ થયું હતું. એમાં તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના મજબુત મનોબળનો સિંહફાળો હતો.
પાકિસ્તાને, હારના ફળ રૂપે પૂર્વ પાકિસ્તાનને, પોતાના અંકુશમાંથી મુકત કર્યુ હતું. જે ‘બાંગલાદેશી’ ના નામે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઓળખાયું. એ સંઘર્ષવેળા ભારત અને આર.એસ.એસ.ના દસેક હજાર સભ્યોએ દિલ્હીમાં રેલી કાઢી હતી. રેલીની માગ એ હતી કે, ‘પૂર્વપાકિસ્તાન તરીકે ઓળખાતા રાષ્ટ્રને સ્વતંત્ર કરીને બાંગલાદેશ, બનાવો.’ કોંગ્રેસને અને આર.એસ.એસ.ને પહેલેથી જ ‘બાપે માર્યાં વેર’ જેવો સંબંધ હતો.
સત્તામાં રહેલી કોંગ્રેસને એમ હતું કે આર.એસ.એસ.ની રેલી મૂળે તો કોંગ્રેસ સરકારની વિરુધ્ધમાં કાઢવામાં આવી હતી. એ રેલીમાં ૨૧ એક વર્ષના નરેન્દ્ર મોદી પણ ગુજરાત તરફે શામેલ થયાની ધારણા છે. દિલ્હીની એ રેલીના આગેવાનોને દિલ્હીના પ્રશાસને જેલમાં મોકલી આપેલા ત્યારે નરેન્દ્ર મોદી પણ જેલમાં ગયા હતા.
તાજેતરની બાંગલાદેશની મુલાકાત દરમ્યાન, વડાપ્રધાન શ્રી મોદીએ જેલમાં જવાની વાત, બાંગલાદેશની મુકિતના સંદર્ભે, બાંગલાદેશની ભૂમિ ઉપર કરી હતી. જેનો સમજયા વગરનો, ભારતમાં અનેક જગ્યાએ વિરોધ થયો હતો. સાચી હકિકત બહાર આવતાં, એ વાતનો વિરોધ, દૂધના ઉભરાની જેમ શમી
ગયો છે.
સુરત – બાબુભાઇ નાઇ –આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.