વડોદરા : અમદાવાદ પાલિકાનો ઠરાવ ત્રણ વર્ષ સુધી કોઇપણ ડેવલોપર્સ કામગીરીના કરે તો તેને બદલીને નવા ટેન્ડર આપવામાં આવે છે. સંજય નગર ના આવાસો બાંધવામાં વિલંબ કરનાર કોન્ટ્રાક્ટરની બદલવાની માંગ સાથે આજે લારી-ગલ્લા પાથરણા એસોસિએશનના પ્રમુખ અરવિંદ સિંધા દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. વારસીયા સંજયનગરના પ્રધાનમંત્રી આવાસ યોજના છેલ્લા ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ 1841 પરિવારોને પોતાના સપનાનું ઘર હજુ સુધી મળ્યું નથી . હાઇકોર્ટના આદેશ બાદ પણ ડેવલોપમેન્ટ પાલિકાના અધિકારીઓ અને નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે .
ત્યારે આજે લારી-ગલ્લા પાથરણા એસોસિએશનના પ્રમુખ અરવિંદ જિંદા એ મહાનગરપાલિકા ખાતે આવીને રજૂઆત કરી હતી. વારસિયા સંજય નગર પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત 1841 પરિવારો ને વહેલી તકે મકાનો આપવાની લાલચ આપી એકાએક બેઘર કરી દેવામાં આવ્યા બાદ 4 વર્ષ બાદ પણ આ વિસ્થાપિતોનેના 15 મહિના થી ભાડા મળ્યા નહિ કે મકાન આ વિસ્થાપિતોમાં અનેક લોકો લારી-ગલ્લા પથારા એસોસિએશનના સભ્ય છે. જેઓની તરફેણ લઈને મેયર કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલને રજુઆત કરવામાં આવી છે અમદાવાદના એક આવા જ કિસ્સાના ઉદાહરણ સાથે કોન્ટ્રાક્ટરને બદલવાની માંગ કરી છે.