Vadodara

વર્ષ 2022માં 181 ઘરફોડ ચોરીના બનાવ : પ્રતિ દિવસ 2 ચોરી થઈ

વડોદરા: વડોદરા શહેરમાં વર્ષ 2021 કરતા 2022ના વર્ષમાં 587 ચોરીના ઘટના નોંધાઇ હતી.જ્યારે વર્ષ 2022માં 181 જગ્યા પર ઘરફોડી ચોરી થઇ હતી. આમ કહેવા જઇ તો વર્ષના 365 દિવસમાંથી પ્રતિ 2 દિવસ ઘરફોડની ચોરીના બનાવો બન્યા હતા. જેથી તસ્કરોને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ બિન્દાસ્ત ગુના કરતા જાય છે તેવી જ રીતે વર્ષ 2022માં ગત કરતા બે બનાવ વધીને 17 બનાવ હત્યાના નોંધાયા છે.

શહેરમાં ગુનાખોરીનો રેશિયો દિવસેને દિવસે વધી રહ્યો છે, લોકોમાં એટલી હદે ક્રૂરતા વધી ગઇ છે કે કોઇ પણ ગુનો કરતા ખચકાતા નથી. બીજી બાજુ તસ્કરો પણ રીતના તો ઠીક ધોળાદહાડે પણ ચોરીના ગુનાને અંજામ આપતા હોય છે. ચોરી ઘરફોડ લૂંટ ધાડ સહિતના ગુના લોકો માટે સામાન્ય થઇ ગયા હોય તેમ લાગી રહી રહ્યુ છે.પોલીસ વિભાગ દ્વારા ગુનાઇત પ્રવૃત્તિ કરતા શખ્સોને સબક તો શીખવાડી રહી છે પરંતુ જાણે આરોપીઓમાં કોણ પણ પોલીસનો કોઇ ખૌફ રહ્યો હોય તેમ જણાઇરહ્યું નથી પોલીસ દ્વારા ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સામે કાયદાકીય રસ્સો વધારે કસે તો હજુ ક્રાઇમ રેશિયો શહેરમાં ઓછો થાય.

શહેરમાં વર્ષ 2021 દરમિયાન મર્ડર,લૂંટ ચોરી,ઘરફોડ સહિતના અનેક ગુના નોંધાયા હતા જેમાં ગુનાખોરી કરનાર આરોપીઓને પોલીસ દ્વારા જેલના સળિયા પાછળ પણ ધકેલી દેવામાં આવ્યા છે. જેની સામે વર્ષ 2021ની સરખામણીમાં વર્ષ 2022માં હત્યાના કેસમાં સામાન્ય વધારો ઘટાડો નોંધાયો હતો જ્યારે ધાડનો માત્ર 2022માં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ લૂંટના આરોપીઓ પર પોલીસ જાણે થોડો વર્ષ 2022માં જણાઇ આવ્યોહતોજેમાં ગત વર્ષ 2021માં વિવિધ પોલીસ સ્ટેશનના ચાપડે 19 ગુના નોંધાયા હતા જેની સામે વર્ષ 2022માં તેમાં 13 ગુના ઘટ્યા હતા અને માત્ર 6 જ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. પરંતુ તસ્કરોને જાણે મોકળુ મેદાન મળ્યું હોય વર્ષ 2021માં 197 ઘરફોડીના બનાવા બન્યા હતા જ્યારે વર્ષ 2022માં 16 કેસના ઘટાડા સાથે 181 ઘરફોડી ચોરીઓ થઇ હતી તેવી જ રીતે ચોરોએ વર્ષ વર્ષ 2021માં 580 ચોરીને અંજામ આપ્યો હતો જ્યારે વર્ષ 2022માં 7 કેસ ચોરીના વધ્યા હતાજેમાં 587 જગ્યા પર ચોરીઓ થઇ હતી.

વર્ષ 2022માં વાસણા રોડ પર એનઆઇઆરમાં મકાનમાં થયેલી 16 લાખની લૂંટ સૌથી મોટી
વર્ષ 2022 દરમિયાન લૂંટના 6બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા જેમાં સૌથી મોટી લૂંટનો ગુનો ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જેમાં વાસણા રોડ પર આવેલી મુદ્રા સોસાયટીમાં રહેતા એનઆઇઆર દંપતીના ઘરમાં ઘૂસીને 3 લૂંટારુએ ઘર માલિકા દિપકભાઇ પટેલના લમણે બંદૂધ તાણીને 40 તોલાના સોનુ અને 40 હજાર રોકડા મળી રૂ. 16.40 લાખની લૂંટ કરીને પલાયન થઇ ગયા હતા.જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 7આરોપીએને પકડ્યા હતા બાદ મુખ્ય સૂત્રધારો સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થતા તેમની ધરપકડ કરાઇ હતી. પરંતુ તેમાં હજુ મોટોમુદ્દામાલ રિકવર પોલીસ કરાવી શકી ન હતી.

ગત વર્ષની સરખામણીમાં ચોરીનું પ્રમાણ ઘટ્યું છે
ગત વર્ષની સરખામણીમાં ઘરફોડ ઘટી છે. પ્રિવેન્શન માટે પેટ્રોલિંગ અને નાકાબંધી કરીએ છીએ તેમજ ગાર્ડ અને સિક્યુરિટી જવાનોનું ચેકિંગ કરાય છે સાથે દરેક સોસાયટીમાં સુરક્ષા સંવાદ કરાયા છે. બંધ ઘર કરીને જતા લોકોને પોલીસને જાણ કરવાનું કહેવામાં આવે છે રાજ્યના પ્રમાણમાં વડોદરાની પોલીસે 40 ટકા ઘરફોડનું પ્રમાણ વધાર છે. -ડો.શમશેરસિંઘ પોલીસ કમિશનર વડોદરા શહેર

Most Popular

To Top