Vadodara

શહેરમાં લમ્પી વાઇરસના 18 શંકાસ્પદ કેસો નોંધાયાં

વડોદરા: આખા ગુજરાત રાજ્યમાં હડકંપ મચાવનાર અને અનેક મૂંગા પશુઓનો ભોગ લેનાર લમ્બી વાઇરસે પશુપાલકોમાંભયનો માહોલ ફેલાવી દીધો છે. વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા ઢોર ડબ્બામાં પુરવામાં આવેલા પશુઓ પૈકી 3 પશુઓમાં અને જિલ્લામાં 15 પશુઓમાં શંકાસ્પદ લમ્પી વાઇરસ જોવા મળી આવ્યા હતા . વડોદરા શહેર- જિલ્લા પશુ પાલન વિભાગો દ્વારા તમામ પશુઓ લમ્પી વાઇરસના ખતરાથી બહાર હોવાનું જણાવ્યું હતું.

લમ્પી વાઇરસ ઉપર નજર રાખવા માટે પાલિકા તંત્ર દ્વારા એક તાલુકામાં 4 ટીમો કાર્યરત થઇ છે. વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ થી લમ્પી વાઇરસ અંગે પાલિકા દ્વારા સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં દરેક તાલુકા દીઠ 4 ટીમો દ્વારા સર્વે કરવાની કામગીર હાથ ધરવામાં આવી છે. સર્વે દરમિયાન 15 જેટલા પશુઓમાં શંકાસ્પદ લમ્પી વાઇરસના ચિન્હો જોવા મળ્યા હતા. જેમાં યોગ્ય સારવાર અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવતાતમામ પશુઓ ખતરાની બહાર છે તેમ જણાવ્યું હતું અને વડોદરા શહેર જિલ્લામાં 5.22 લાખ પશુઓ છે.

આપના માટે ખુબ સારી વાત છે કે શહેર કે જીલ્લામાં એક પણ લમ્પી વાયરસનો કેસ નોધવામાં આવ્યો નથી. વધુમાં તેમને જણાવ્યું હતું કે વંદે ગુજરાત રથના જિલ્લામાં પરિભ્રમણ દરમિયાન લોકોને વાયરસ વિશે શહેર જીલ્લામાં જાગૃતિ અંગેનાઆવવા માટે પોસ્ટર તેમજ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી લોકો જાગૃત થાય. તેમજ ઘનિષ્ઠા પશુ સુધારણા સ્કીમ અને બરોડા ડેરીની મુલાકાત પણ લીધી છે. નિયંત્રણ અંગેનું કાર્ય અમારી ટીમ દ્વારા સતત થઈ રહ્યું છે અને જો પાલતુ પ્રાણીઓના શરીરના કોઈપણ ભાગમાં ચામડી ઉપર એવી કોઈ પણ ઉણપ દેખાય તો પશુપાલક મિત્રોને તરત પ્રાણીઓના દવાખાનામાં બતાવવાની અપીલ કરીએ છીએ. આજ દિન સુધીમાં જિલ્લામાં લમ્પી વાઇરસનો કોઈ કેસ નોંધાયો નથી.

કોર્પોરેશનના ત્રણેય ઢોર ડબ્બામાં 600 જેટલા પશુઓ છે
વડોદરા કોર્પોરેશન ના ઢોર ડબ્બા દ્વારા પુરવામાં આવતી ગાયો ખાસવાડી સ્મશાન, લાલબાગ અને ખટંબા ખાતેના ઢોર ડબામાં રાખવામાં આવે છે. આ ઢોર ડબાઓ પૈકી વડોદરા ના ખાસવાડી સ્મશાન ખાતેના ઢોર ડબ્બામાં છ દિવસ પહેલા ત્રણ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જણાય આવ્યા હતા. આ પશુઓને યોગ્ય સારવાર આપવા સાથે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી. પરિણામે આ ત્રણે પશુઓ લમ્પી વાઇરસના ખતરાથી બહાર આવી ગઇ છે. વડોદરા કોર્પોરેશન ત્રણે ઢોર ડબામાં 600 જેટલા પશુઓ છે.
– ડો. વિજય પંચાલ, કોર્પો.માર્કેટ સુપ્રિટેન્ડન્ટ

Most Popular

To Top