Vadodara

પાણીદાર પાલિકા VMCની 18 કચેરીઓરેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી સજ્જ

વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા વરસાદી પાણીનો બચાવ કરવા માટે કોર્પોરેશનની વિવિધ કચેરીઓ ખાતે ડીપ વોટર રિચાર્જ બાય રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટની વિચારણા હાથ ધર્યા બાદ હાલ કોર્પોરેશનની અલગ અલગ 18 કચેરીઓમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. જ્યારે વધુ 12 કચેરીઓમાં આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. આજના સમયમાં પીવાના પાણીની અનેક જગ્યાએ સમસ્યા છે. આવનારા સમયમાં પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓમાં ડીપ વોટર રિચાર્જ બાય રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.

આ પ્લાન્ટ લગાવવાના કારણે જમીનમાં પાણીનો સંગ્રહ થશે અને આવનારા સમયમાં આજુબાજુના વિસ્તારોમાં તેનો ફાયદો પણ થશે. હાલ સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર, બદામણી બાગ ફાયર ઓફિસ, કાલુપુરા સેન્ટ્રલ વર્કશોપ, વહીવટી વોર્ડ 6 ની કચેરી સહિતના 18 સ્થળોએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને રિચાર્જ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારબાદ ટૂંક જ સમયમાં વીએમસીની વધુ 12 કચેરીઓમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે, અને ચોમાસામાં ભુગર્ભ જળનો સંચય થશે.
વરસાદી શુધ્ધ પાણીનો સંગ્રહ થશે
આ પ્રોજેક્ટમાં વરસાદી પાણીનો સંગ્રહ થશે જેમાં પાણી સતત નીચું ઉતરતા ભૂગર્ભના પાણીના જળસ્તરને ઊંચું લાવશે અને પાણી ઊંચું આવવાના કારણે લોકોને શુદ્ધ પાણી મળી રહેશે તેવો ઉદ્દેશ્ય છે.

Most Popular

To Top