National

લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર બસની દૂધના ટેન્કર સાથે ટક્કર, 18ના મોત, 20 ઘાયલ

નવી દિલ્હી: લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે (Lucknow-Agra Expressway) પર ઉન્નાવ જિલ્લામાં બુધવારે સવારે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બિહારના શિવગઢથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસ (Sleeper bus) બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરસ્ટ્રીપ પર એક ટેન્કર સાથે અથડાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ઉન્નાવમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બુધવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માત બેહતા મુજાવર વિસ્તારના ગડા ગામ પાસે આજે સવારે 5:30 વાગ્યે થયો હતો. અહીં સ્લીપર બસ દૂધના ટેન્કરમાં પાછળથી અથડાઈ હતી. ત્યારે આ અકસ્માતમાં એક બાળક સહિત 18 લોકોના મોત થયા હતા. જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. ત્યારે SDM નમ્રતા સિંહે પહેલા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી અને પછી CHCમાં ઘાયલોની જાણકારી લીધી હતી. તેમજ સારવાર માટે તબીબોને સૂચના આપી હતી.

આ અકસ્માત સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ થયો હતો. જેમાં એક સ્લીપર બસ દૂધના ટેન્કર સાથે અથડાઈ હતી. ત્યારે લોકોની ચીખો અને બૂમો વચ્ચે યુપેડાના જવાનોએ પોલીસને જાણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન બાંગરમાઉ, બેહતમુઝાવર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રાહદારીઓની મદદથી બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ત્યારે સીઓ અરવિંદ સિંહે જણાવ્યું હતું કે બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી, જેમાં મોટાભાગના મજૂરો મુસાફરી કરી રહ્યા હતા.

બસમાં 50 જેટલા લોકો સવાર હતા. ત્યારે બસના ડ્રાઈવરને ઝોકુ આવતા આ અકસ્માત થયો હોવાની આશંકા છે. અકસ્માત બાદ હવે મૃતકો અને ઘાયલોના નામ અને સરનામા વિશે માહિતી મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે તમામ ઘાયલોને બાંગરમાઉ સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એસડીએમ નમ્રતા સિંહે પહેલા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી અને પછી સીએચસીમાં ઘાયલોની માહિતી લીધી હતી. તેમજ ઘાયલોકોની સારવાર માટે તબીબોને સૂચના આપી હતી.

બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી
સમગ્ર મામલે સીઓ અરવિંદ સિંહે જણાવ્યું હતું કે બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી, જેમાં મોટાભાગના મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. તેમજ બસમાં 50 જેટલા લોકો સવાર હતા, ત્યારે ડ્રાઈવર ભર ઊંઘમાં હોવાના કારણે અકસ્માત સર્જ્યો હોવાની આશંકા છે.

Most Popular

To Top