રાજ્યમાં ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલીટેકનિક સંસ્થાનો અને કોલેજ ૫૦ ટકા કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે, તેવો મુખ્યમંત્રીની અધ્યક્ષતા મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.
ધોરણ 12 અને કોલેજ તથા પોલિટેક્નીકના વિદ્યાર્થીઓને પસંદગી આપવામાં આવી છે. તેઓ ઇચ્છે તો શાળા -કોલેજમાં જઇ શકશે, તે માટે વિદ્યાર્થીના વાલીનું સંમતિપત્રક પણ હોવું જરૂરી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થી શાળા-કોલેજમાં જવા ન ઇચ્છે તો તેમનું ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રાખવાનું રહેશે.
શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. જો વાલી અને વિદ્યાર્થી ઇચ્છે તો તેઓ શાળાએ જઇ શકશે. આ નિર્ણય માત્ર ધોરણ 12ના વિદ્યાર્થીઓ પર જ લાગુ પડશે. શાળામાં અન્ય કોઇ પણ ક્લાસ ચલાવી શકાશે નહી. માત્ર ધોરણ 12, કોલેજ, પોલિટેકનિક સંસ્થાઓને જ આ નિર્ણય લાગુ રહેશે