Charchapatra

159 નોટ આઉટ!

ક્રિકેટની ભાષામાં 159 રન પણ એક પણ વિકેટ નહી તેવી જ રીતે ગુજરાતમિત્ર દૈનિક અખબારે, દરરોજ એક એક રન પત્રકારત્વ ક્ષેત્રમાં અવરિત કરી, આજે અખબારી ક્ષેત્રમાં 159 વર્ષનાં ‘માઈલ સ્ટોન’ કાંસલ કરવા બદલ સમગ્ર ટીમને લાખ લાખ અભિનંદન. આ અખબારી જગતમાં, સંનિષ્ઠ, નિખાલસ તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વિના, ગુજરાતમિત્રની સફરે ઘણી બધી લીલી-સુકી જોઈ હતી, અનેક અડઅર્ણા છતાં, કિંમત પૂર્વક, સામનો કેટી, આજે ગુજરાતમિત્રની નામના, ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં અકબંધ છે.

આ વિરાટયાત્રાની યશભાગી એવા શ્રી ઉત્તમરામ, પ્રવિણાકાંત રેશમવાળા, કંચનલાલ માવાવાળા, રેમણ ભ્રમણા કોલમના રમણલાલ પાઠક, બકોટ પટેલનો સર્જક હરિપ્રસાદ વ્યાસ, રતિલાલ અનિલ, અંજની પારેખ, બટુકભાઈ દીક્ષિત, ભગવતીકુમાર શર્મા, ચંદ્રકાંત પૂરોહિત, ગની દુર્ગવાળા, આવા બીજા ઘણા લેખકો, વિવેચકોનો સિંહફાળો રહ્યો છે. સૌને યાદ કરીએ. આજે પણ કોઈપણ પ્રકારના બાહ્યઆંડબરવિના/ વધુ નકલોના વેચાણની ટુંસાતુસી વિના, સરળ ભાષામાં, સ્પષ્ટ અભિપ્રાય સાથે પ્રકટ થતું દૈનિક પેપર એટલે ગુજરાતમિત્ર. કંઈ કેટલાયે નવાદિત લેખકો, વિવેચકો, હાસ્યલેખકો, ચર્ચાપત્રીઓને તેમની કલમને પ્રોત્સાહન આપવાનું અમુલ્ય કાર્ય કરેલું છે. અંતમાં ઈસ્ટ ઓર વેસ્ટ, ગુજરાતમિત્ર ઈઝ બેસ્ટ.
સુરત     – દિપક બંકુલાલ દલાલ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top